Connect Gujarat
ગુજરાત

વડોદરા : જિમ જવાના પણ પૈસા ન હતા.. અને આ રીતે બન્યો મિ. ગુજરાત, બોડી બિલ્ડર બનવા માટે સ્વપ્ન કર્યા સાકાર..

વડોદરા : જિમ જવાના પણ પૈસા ન હતા.. અને આ રીતે બન્યો મિ. ગુજરાત, બોડી બિલ્ડર બનવા માટે સ્વપ્ન કર્યા સાકાર..
X

16 વર્ષની ઉંમરથી બોડી બિલ્ડીંગમાં કારકીર્દી બનાવવાનું સપનું જોનાર શહેરના સામાન્ય પરિવારના તુષાર સોલંકીએ બોડી બિલ્ડીંગમાં બે વખત મિ. ગુજરાતનો ખિતાબ મેળવ્યો છે. અને હવે તે આંતર રાષ્ટ્રીય કક્ષાએ બોડી બિલ્ડીંગમાં ખિતાબ મેળવવા માટે રાત-દિવસ મહેનત કરી રહ્યો છે. તુષારે જણાવ્યું હતું કે, મારી ઇચ્છા છે કે, જે રીતે મને બોડી બિલ્ડીંગ ક્ષેત્રમાં આર્થિક સ્થિતી સારી ન હોવાના કારણે તકલીફો પડી છે. તેવી તકલીફો બોડી બિલ્ડીંગમાં કારકીર્દી બનાવવા માંગતા યુવાનોને કોઇ તકલીફ ન પડે તે માટે આર્થિક રીતે નબળા યુવાનો માટે ભવિષ્યમાં જીમ ખોલવાની ઇચ્છા છે.

તુષાર સોલંકીએ જણાવ્યું હતું કે, હું 16 વર્ષનો હતો ત્યારે ફિલ્મોમાં તેમજ મિત્રોની બોડી જોઇને મને પણ બોડી બનાવવાની ઇચ્છા થઇ હતી. તે ઇચ્છાને પરીપૂર્ણ કરવા માટે મારા પરિવારના વિરોધ વંટોળ વચ્ચે મેં સૌપ્રથમ અખાડો શરૂ કર્યો હતો. સમય જતાં શહેરમાં જીમ શરૂ થયા હતા. પરંતુ, જીમમાં જવાની મારી સ્થિતી ન હતી. આથી મેં એક રેસ્ટોરન્ટમાં નોકરી શરૂ કરી હતી. અને રેસ્ટોરન્ટમાં મળતો પગાર જીમમાં જવા માટે ઉપયોગ કર્યો હતો. એક સમય તેવો પણ આવ્યો કે, મારા લગ્ન થઈ ગયા અને બે સંતાનો પણ થયા. પછી તેઓની જવાબદારી પણ વધી. પરંતુ, મેં જીમ છોડ્યું ન હતું. અને મારું બોડી બિલ્ડીંગમાં જે લક્ષ્ય હતું. તે પૂરું કર્યું છે. ટુંકમાં જો લગન અને મહેનત હોય તો કોઇ પણ ધાર્યું કામ પૂરું થઇ શકે છે.

બોડી બિલ્ડીંગ ખાસ કાળજી રાખવા માટેના એક સવાલમાં તુષારે જણાવ્યું હતું કે, બોડી બિલ્ડીંગમાં કસરતની સાથે ફૂડનું પણ મહત્વ છે. ડાયટ ફૂડ માટે મને ન્યુટ્રીશ્યન પાશ્વ પટેલ દ્વારા સારો સહકાર મળ્યો છે. મારા કોચ અક્ષય ચોપડાને મારા આદર્શ માનું છું. મારુ સપનું આંતરરાષ્ટ્રીય બોડી બિલ્ડીંગમાં ગોલ્ડ મેડલ લાવવાનું છે. તે માટે મારી તૈયારી ચાલી રહી છે. અને આવતા માસે યોજાનાર મિ. વડોદરા કોમ્પીટીશન માટેની તૈયારી ચાલી રહી છે. આ હરીફાઇમાં 160 બોડી બિલ્ડરો ભાગ લેનાર છે. તેમ તેણે વધુમાં ઉમેર્યું હતું.

Next Story