Connect Gujarat
દુનિયા

MTV સર્વ શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ બ્યુટી એન્ડ ધ બિસ્ટને મળ્યો

MTV સર્વ શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ બ્યુટી એન્ડ ધ બિસ્ટને મળ્યો
X

ડિઝનીની ફિલ્મ બ્યુટી એન્ડ ધ બીસ્ટને વર્ષ 2017ના એમટીવી મુવી એન્ડ ટીવી એવોર્ડ્સમાં વર્ષની સર્વં શ્રેષ્ઠ ફિલ્મ તરીકે જાહેર કરવામાં આવી છે, દિગ્દર્શક બિલ કોન્ડનની આ ફિલ્મે લોગન, રાઉઝ વન : આ સ્ટારવોર્સ સ્ટોરી, ગેટ આઉટ અને ધ એક ઓફ સેવન્ટીનને માત આપી સર્વ શ્રેષ્ઠ ફિલ્મનું સન્માન મેળવ્યું છે.

ડિઝની ફિલ્મ

કોન્ડને જણાવ્યું હતું કે આ ફિલ્મનો પ્રવાસ મારા માટે ખુજ જ રોમાંચ ભર્યો હતો, આ પુરસ્કાર માટે તમારો ગણો આભાર , આ કાર્યક્રમ દરમિયાન અભિનેત્રી એમાં વોટ્સનને અનોખા એવોર્ડ કમ્બાઇન્ડ જેન્ડર સર્વ શ્રેષ્ઠ કલાકારનું માન મળ્યું હતું,હ્યુગ જેકમેન અને બાળકલાકાર ડાફને કીનને ફિલ્મ લોગન માટે સર્વ શ્રેષ્ઠ જોડીનો પુરસ્કાર અપાયો હતો,હિડન ફિગર્સ અને ફહ ફેટ ઓફ ધ ફ્યુરિયસને બેસ્ટ ફાઇડ અગેઈન્સ્ટ ધ સિસ્ટમ ટ્રોફી અને જનરેશન એવોર્ડ મળ્યા હતા,ટીવી જગતનો સ્ટ્રેન્જર થિંગ્સ સૌથી મોટા વિજેતા તરીકે જાહેર થયો હતો,આ કાર્યક્રમનું હોસ્ટિંગ એડમ ડિવાઇને કર્યું હતું.

Next Story