હું દેશપ્રેમી છું એવું કોર્ટમાં પૂરવાર કરવા શું કરવું પડે ? સંયુક્ત મુસ્લિમ પરિવારનું એક સંતાન આતંકવાદી બને ત્યારે સમગ્ર પરિવાર પર કેવી આફત સર્જાય ? આ પ્રશ્નોના ઉત્તર છે : ફિલ્મ ‘મુલ્ક’માં.

મુરાદ અલી મહંમદ (ઋષિ કપૂર) લાજવાબ સિનિયર એડવોકેટ, હોવા છતાં તેનો ભત્રીજો અલ્હાબાદ બ્લાસ્ટમાં ત્રણ આતંકવાદી માંથી એક એન્ટી ટેરરીસ્ટ સ્કોર્ડના ડેનિશ જાવેદ (રજત કપૂર)ના હાથે ઠાર મરાય. એનું પગેરું વારાણસીના મુરાદ અલી મહંમદની કોઠી સુધી પહોંચે. બીલાલ (મનોજ પાહવા : ગેસ-ઓ ફાસ્ટ જાહેરાત) સીમકાર્ડની દુકાનનો માલિક એને ત્યાંથી નોંધણી વગરના કાર્ડ પકડાય જેનું કનેક્શન પાકિસ્તાન સાથે. બડી તબસ્સુમ (નીના ગુપ્તા), છોટી તબસ્સુમ (પ્રાચી શાહ) મુસ્લિમ પરિવારના રીત રિવાજ પ્રમાણે બે છેડા ભેગા કરીને તહેજીબ સાચવે.

શાહિદ (પ્રતિક) આતંકવાદીની લાશ પોલીસ ઘર આંગણે લાવે ત્યારે મુરાદ અલી મહંમદ ઇન્કાર કરે લાશનો કબ્જો લેવાનો. પોલીસ શાહિદના પિતા બિલાલને પકડી ટોર્ચર કરે. સરકારી વકીલ સંતોષ (આશુતોષ રાણા) મુરાદ અલી મહંમદને દોષિતોમાં ઠેરવવા દલિલ કરે.

અંતે તાપસી પન્નુ(આરતી મહંમદ) ઘરની વહુ, વકીલ એટલી ધારદાર, લોજિકલ દલિલ કરી ન્યાયાધીશ(હરીશ મધોફ)ને કન્વીન્સ કરે અને જ્જ જે શબ્દોમાં જજમેન્ટ આપે એ જોવા જુઓ ‘મુલ્ક’. માં કસમ નિરાશ થશો નહીં.

LEAVE A REPLY