Connect Gujarat
Featured

મુથૂટ ફાઇનાન્સે નવી સ્કીમ કરી શરૂ

મુથૂટ ફાઇનાન્સે નવી સ્કીમ કરી શરૂ
X

કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને વિવિધ કંપનીઓ ગ્રાહકને રાહત આપવા અને તેમની બચત વધારવા નવી-નવી સ્કીમ કાઢી રહી છે. આ ક્રમમાં મુથૂટ ફાઇનાન્સે પણ એક નવી સ્કીમ શરૂ કરી છે. આ સ્કીમનું નામ મુથૂટ ઓનલાઇન મની સેવર (MOMS) રાખવામાં આવ્યું છે. આ સ્કીમ હેઠળ હવે ઓનલાઇન વ્યાજનું પેમેન્ટ કરતા ગ્રાહકોને કેશબેક આપવામાં આવશે. આ કાર્યક્રમનો ઉદ્દેષ COVID-19 દરમિયાન ગ્રાહકોને ડિજિટલ પેમેન્ટ કરવા માટે પ્રોત્સાહન આપવાનો છે.

ઓનલાઇન પેમેન્ટ કરતી વખતે ગ્રાહકને કેશબેક અમાઉન્ટ જોવા મળશે અને તેઓ ચૂકવવાપાત્ર વ્યાજમાંથી તે રકમ ઘટાડીને વ્યાજ ચૂકવી શકશે. મુથૂટ ફાઇનાન્સના જણાવ્યા અનુસાર, આ સુવિધા અત્યારે મુથૂટ ઓનલાઇન વેબસાઇટ પર લોન્ચ કરવામાં આવી છે અને આ મહિનાના અંત સુધીમાં iMuthoot એપ પર પણ લોન્ચ કરવામાં આવશે

મુથૂટ ફાઇનાન્સે 'લોન @ હોમ' નામની નવી સેવા શરૂ કરી છે, જે અંતર્ગત તે NBFCના ગ્રાહકોને તેમના ઘરે જઈને ગોલ્ડ લોન આપશે. આ માટે ગ્રાહકોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. કોરોના કાળમાં મુથૂટ ફાઇનાને લોકો ઘરની બહાર નીકળવું ન પડે અને તેમનું સ્વાસ્થ્ય સલામત રહેતે હેતુથી આ પગલું ભર્યું છે. આ સુવિધા મેળવવા માટે ગ્રાહકે મુથૂટ ફાઇનાન્સની મોબાઇલ એપ્લિકેશન અથવા તેના વેબ પોર્ટલ પર અરજી કરવાની રહેશે.

Next Story