નવભારત સાહિત્ય મંદીર એ પરખ ભટ્ટ અને રાજ જાવિયા દ્વારા લખાયેલ માયથોલોજિકલ થ્રીલર બૂક “મૃત્યુંજય”નું કવર કર્યું લોન્ચ

0

ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ મોર્ડન માયથોલોજિકલ થ્રીલર ‘મૃત્યુંજય’ બૂક આગામી દિવસોમાં પ્રકાશિત થશે.પરખ ભટ્ટ અને રાજ જાવિયા દ્વારા લખાયેલ બૂકને નવભારત સાહિત્ય મંદીર પ્રકાશિત કરવાનું છે ત્યારે ખૂબ જે અલગ અંદાજમાં આ બૂકનું કવર અને એક નાનકડો અતિ સુંદર વિડીયો લોન્ચ કર્યો છે. આ માયથોલોજિકલ થ્રીલર ‘મૃત્યુંજય’ બૂકનું કવર પેઈજ મૌલી બુચ મુનશી દ્વારા ડિજાઈન કરવામાં આવ્યું છે.ભારત દેશ એ પ્રાચીન કાળથી પોતાના સાહિત્યો અને ભાષાથી ઓળખાતો દેશ છે. ગુજરાતી સાહિત્યમાં બની રહેલ આ બૂક એ લોકો માટે ખૂબ જે લોકપ્રિય બનશે. આ બૂકને વાંચવા માટે અનેક સાહિત્ય પ્રેમીઓ રાહ જોઈને બેઠો છે. નવભારત સાહિત્ય મંદીરે બૂકનું કવર લોન્ચ કરતાં જ ૧ અઠવાડીયામાં ૨૧૦૦ બૂકની કોપી વેચાઈ ગઈ છે.

મહા-અસુર શ્રેણીના પ્રથમ ભાગ ‘મૃત્યુંજય’નું કવર પેઈજ જોઈને સાહિત્ય પ્રેમીઓ બૂક મેળવવા માટે અત્યારથી જ નવભારત સાહિત્ય મંદીરની વેબસાઈટ પર જઈને આ થ્રીલર બૂકની ખરીદી કરે છે. (www.navbharatonline.com)એ નવભારત સાહિત્ય મંદીરની વેબસાઈટ છે જ્યાથી તમે આ બૂકને ખરીદી શકો છો. ધર્મ-અધર્મ, સત્ય- અસત્ય વચ્ચેના આ મહાયુદ્ધમાં આજ વખતે કંઈજ પૂર્વનિર્ધારિત નથી. સૃષ્ટિના રચયિતા બ્રહ્મા, જગતના નાથ મહાવિષ્ણુ તેમજ કાળજયી દેવાધિદેવ તરફથી પ્રદાન કરવામાં આવેલ પ્રાચીન આર્યાવર્તનું મહાનતમ પૌરાણિક રહસ્ય સૃષ્ટિરક્ષકની પ્રતિક્ષા કરી રહ્યું છે ત્યારે નવભારત સાહિત્ય મંદીર લઇને આવી રહ્યું છે એક થ્રીલર બૂક. આ બૂકને હરી ઓમ પેકેજીંગ દ્વારા સ્પોનસર કરવામાં આવ્યું છે. આ બૂકની ક્રિએટિવ ડિજાઈન ફોરચ્યુન ડિજાઈનીગ સ્ટુડિયો દ્વારા આપવામાં આવી છે.આ બૂકનું સંચાલન હર્ષિત પી.કાવર દ્વારા થયું છે.

સાહિત્ય એ દેશની સંસ્કૃતિ છે અને પૌરાણિક સાહિત્ય અને કથા એ લોકો માટે એક ધર્મ છે જેને લોકો પૂજે છે. માયથોલોજિકલ થ્રીલર બૂક “મૃત્યુંજય”એ આપણને ફરી એકવાર આપણી પૌરાણિક વાતો અને વિશ્વમાં ચાલી રહેલા અધર્મ અને અસત્યની ઓળખ કરાવશે. આપણા દેવાધિદેવ મહાકાળ જેમ આસુરી શક્તિનો વિનાશ કર્યો હતો એ જ રીતે અત્યારના આ યુગમાં ચાલી રહેલાં અસત્યને ફરી એકવાર લોકો સમક્ષ પ્ર્સ્તુત કરવા આવી રહી છે એક એવી નવલકથા કે જે  લોકોને અધર્મ અને અસત્યની ઓળખ કરાવશે. આ બૂક એક થ્રીલર બૂક છે. આ બૂકના નિર્માણ પાછળ આપણી સંસ્કૃતિ,પૌરાણિક વાતો અને અનેક ભરતીય સાહિત્યમાં હવે એક નવું સાહિત્ય કહી શકાય એવી માયથોલોજિકલ થ્રીલર બૂક “મૃત્યુંજય” ટૂંક સમયમાં નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત થશે. બૂકની ખરીદી તમે નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ પરથી કરી શક્શો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here