Connect Gujarat
Featured

નડિયાદ : NRI યુવકના ઘરમાં ધસી આવી સાસરીયાઓએ કર્યો ઘાતકી હુમલો

નડિયાદ : NRI યુવકના ઘરમાં ધસી આવી સાસરીયાઓએ કર્યો ઘાતકી હુમલો
X

નડીઆદની પીપલગ ચોકડી પાસે આવેલ સમય એલીગન્સમાં ગઇકાલે સાંજે કેટલાક ઈસમોએ બહારથી આવેલ એનઆરઆઈ ઉપર ઘરમાં ઘુસી હુમલો કરતા નડીઆદમાં ચકચાર મચી જવા પામ્યો છે. ઘટનાની જાણ થતા નડીઆદ પશ્ચિમ પોલીસે ફરિયાદ લેવાની કાર્યવાહી હાથ ધરી છે.

સમય એલીગન્સ નડીઆદ ખાતે રહેતા અને છેલ્લા ત્રણ વર્ષથી કેનેડા ખાતે પત્ની સોનું સાથે હિમાંશુ કાછીયા પટેલે પત્નીને કેનેડા ખાતે ત્રણ માસ અગાઉ જ છુટાછેડા આપ્યા હતા. જયારે યુવકના પિતા રાજેશભાઈને કોરોના થતા પુત્ર હિમાંશુ કેનેડાથી નડીઆદ પોતાના ઘરે આવ્યો હતો. જેની જાણ તેના અમદાવાદ ખાતે રહેતા સસરા દીપક ત્રિવેદીને થતા તેને પહેલા હિમાંશુ નડીઆદના ઘરે છે કે કેમ તે રેકી કરી આજે સમય એલીગન્સ ખાતે તેના ઘર ઉપર પોતાના સાથીદારો સાથે મળીને હુમલો કર્યો હતો. જોકે પરિવારે પ્રતિકાર કરી હિંસક ટોળાને બહાર કાઢી મૂકી યુવકને બચાવી લીધો હતો. જોકે આ દરમિયાન હુમલો કરનાર લોકોએ ઘરના કાચ તોડી કારમાં પણ તોડફોડ કરી ભાગી ગયા હતા. આ ઘટનામાં એનઆરઆઈ યુવક અને તેના ભાઈને સામાન્ય ઈજાઓ પહોચી હતી. ઘટના અંગે નડીઆદ પશ્ચિમ પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા સીસીટીવી ના આધારે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે .

Next Story