Connect Gujarat
Featured

નડિયાદ : ગાંધી જયંતી નિમિતે પ્રાથમિક શાળાના આચર્યએ બનાવી બાપુની વિશાળ રંગોળી

નડિયાદ : ગાંધી જયંતી નિમિતે પ્રાથમિક શાળાના આચર્યએ બનાવી બાપુની વિશાળ રંગોળી
X

ખેડા જિલ્લાના વડા મથક નડીઆદ તાલુકાના વાલ્લા પ્રાથમિક શાળાએ ગાંધીજી જયંતિના નિમિતે 101 ચોરસ ફૂટ વિશાળ રંગોળી તૈયાર કરીને સમાજ ને પ્રેરણા નો સંદેશ આપ્યો છે.

આજે ગાંધીજી ની જ્યંતી ત્યારે નડીઆદ તાલુકાના મરીડાની અંદર આવેલા વાલ્લા પ્રાથમિક શાળાના ગાંધીવાદી ઉપઆચાર્ય હિતેશભાઈ બ્રહ્મભટ્ટે સતત 10 કલાકની ભારે જહેમત બાદ તૈયાર કરેલ આ રંગોળીમાં ગાંધીબાપુ ચહેરા પર માસ્ક સાથે નજરે પડે છે હાલ કોરોના મહામારીમાં માસ્ક એજ વેકસીનરૂપ છે તેવા સમયે રાષ્ટ્રિયપિતા આખાય જન સમાજને આ સંદેશ આપી "સાવધાન રહો. સલામત રહો." ની વાત કરે છે કોરોના મહામારી માં માસ્ક સાથે , ઉકાળો-યોગ પ્રાણાયામ , હેન્ડ સેનેતાઈઝર ,સલામત અંતર અને આરોગ્યસેતુ એપ સાથે સરકારની ગાઈડલાઈન અનુસાર હાકલ કરે છે જયારે વાલ્લા પ્રાથમિક શાળાના ઉપઆચાર્ય હિતેશભાઈ બ્રહ્મભટ્ટ પોતે કોરોના યોદ્ધા તરીકે પ્રેરક કાર્ય કરી રહ્યા છે ત્યારે આ રંગોળી તે પણ શાળાનું ગૌરવ ગરિમા વધારનાર છે.

Next Story