નારેશ્વર : દેશના પુર્વ વડાપ્રધાન દેવગૌવડાએ નારેશ્વર મંદિરની મુલાકાત લીધી
BY Connect Gujarat6 Oct 2019 10:05 AM GMT

X
Connect Gujarat6 Oct 2019 10:05 AM GMT
દેશના પૂર્વ વડાપ્રધાન દેવગૌડા શનિવારના રોજ નારેશ્વરના સુપ્રસિદ્ધ યાત્રાધામ રંગ અવધૂત મહારાજના મંદીરે દર્શન માટે આવ્યાં હતાં. દત્ત ભગવાન ના અવતારોના દસ જેટલા દસ જેટલા સ્થાનો આવેલા હોઇ દત્ત પરંપરા પ્રતિ દેવગૌડાએ પ્રેરિત થઇ નારેશ્વર ખાતે આવેલા રંગ અવધૂત મહારાજના દર્શન કર્યા હતાં. તેઓ પ્રથમ પૂજ્ય માજીના દર્શન રંગ અવધૂત મહારાજના મંદીરે દર્શને ગયા ત્યાં મંત્રોચ્ચાર સહિત રંગઅવધૂત મહારાજની પાદુકાજીનું પૂજન કર્યું હતું. ત્યારબાદ મંદીરના મુખ્ય ટ્રસ્ટી દ્વારા દેવગૌડાનું ધાર્મિક પુસ્તકો તેમજ શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું. તેમની સાથે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, ડીવાયએસપી કલ્પેશ સોલંકી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહયાં હતાં. નારેશ્વર મંદિરની મુલાકાત પહેલા દેવગૌડાએ કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ મુલાકાત લીધી હતી.
Next Story