Connect Gujarat
ગુજરાત

નર્મદા ડેમની સપાટીમાં 4 દિવસમાં 6 મીટરનો થયો વધારો

નર્મદા ડેમની સપાટીમાં 4 દિવસમાં 6 મીટરનો થયો વધારો
X

મધ્યપ્રદેશમાં સારો વરસાદ થવાથી 1,44,117 ક્યુસેક પાણીની થઈ આવક

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ ખેચાતાં એક તબક્કે જળસંકટની વિકટ પરિસ્થિતિ નિર્માણ પામે તેવા એંધાણ વર્તાયા હતા. ત્યારે વરસાદે બીજા રાઉન્ડની શરૂઆત કરતાં નર્મદા બંધમાં પાણીની આવક વધી છે. ઉપરવાસ માંથી 1,44,117 ક્યુસેક પાણીની આવક થતાં સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેની સામે પાણીની જાવક 3895 ક્યુસેક છે.

ડેમમાં થયેલી પાણીની આવકને લઈને ડે. સીએમ નીતિન પટેલે જણાવ્યું હતું કે, કેનાલમાં પાણીની જાવક 8000 ક્યુસેક થવાની હતી. પણ હજુ સુધી થઈ નથી શકી. જ્યારે છેલ્લા 4 દિવસમાં ડેમમાં પાણીની સપાટીમાં 6 મીટરનો વધારો થયો છે. અને આજ પ્રમાણે પાણીની આવક રહેશે તો આગામી 10 દિવસમાં ડેમની સપાટી 121.92 મીટર પર જવાની શક્યતા રહેલી છે.

હાલની ડેમની સપાટી 116.54 મીટર પર પહોંચી ગઈ છે. જે ગત વર્ષે આ દિવસે ડેમની સપાટી 123 મીટર હતી. આજે 116.54 મીટરે પહોંચતાં ગત વર્ષના લેવલથી માત્ર 7 મીટર દૂર છે. હાલ ડેમમાં 630 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. જેથી ડેમનું જળસ્તર વધતાં હવે જળસંકટ દૂર થયું છે. જેથી રાજ્ય સરકારને પણ મોટી રાહત સાંપડી છે.

Next Story