Connect Gujarat
Featured

નર્મદા : ડેડીયાપાડામાં પેટ્રોલપંપના કેશિયર સાથે થયેલ 8 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો

નર્મદા : ડેડીયાપાડામાં પેટ્રોલપંપના કેશિયર સાથે થયેલ 8 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો
X

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ચીકદા ગામ ખાતેના એસ્સાર પેટ્રોલ પંપના કેશિયર સાથે 27 ઓક્ટોબરના રોજ બનેલ લૂંટની ઘટનાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. 8 લાખ 18 હજારની લૂંટમાં જાણભેદુ હોવાની શંકાએ કાર્યવાહીમાં પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી હતી. લૂંટારુઓએ અમરસિંગ વસાવા નામના કેશિયર સાથે મારક હથિયારોથી જીવલેણ હુમલો કર્યો હતો.

ડેડીયાપાડા તાલુકાના ચીકદા ગામ ખાતે આવેલા એસ્સાર પેટ્રોલ પંપના કેશિયર અમરસિંગ વસાવા સાથે 27/10/2020 ના રોજ લૂંટની ઘટના બની હતી. તેઓ બાઈક લઈને સવારે 9:30 વાગ્યાની આસપાસ 8.18 લાખ રૂપિયા રોકડ રકમ સુરત જિલ્લાના ઉમરપાડાની સુરત ડિસ્ટ્રીકટ કો.ઓપ.બેંકમાં જમા કરાવવા જતો હતો. તે દરમિયાન ભરાડા‌ પુલ‌‌ પાસે બે બાઈક પર આવેલા 5 લૂંટારૂઓએ અમરસિંહ વસાવા પર તલવાર અને હોકી જેવા હથિયારથી જીવલેણ હુમલો કરી 8.18 લાખ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. તેઓ નજીકના જાણભેદુ હોવાની સંભાવનાઓ વચ્ચે નર્મદા LCB PI એ.એમ.પટેલ, PSI સી.એમ.ગામીત તથા ડેડીયાપાડા PSI એ.એમ.ડામોર સહિતની ટીમોએ ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલસે બાતમીના આધારે આ ગુનામાં સંડોવાયેલા 5 આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી દિવાળી ટાણે જ મોટા ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.

જોકે આ પાંચેય આરોપીઓ પોલીસને ચકમો આપવા આરોપીઓ પોતાનું લોકેશન વારે ઘડીએ બદલી રહ્યા હતા તો પોતાનો મોબાઇલ પણ સ્વિચ ઓફ કરતા રહેતા હતાં. હાલ તો 5 આરોપીઓની ધરપકડ કરી એમની પાસેથી 4.68 લાખ રૂપિયા રોકડા તથા 1.50 લાખની પલ્સર બાઈક એમ મળી કુલ 6.18800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે, બાકી રહેલા 1.89200 રૂપિયાની રિકવરી માટે રિમાન્ડ લઈ પૂછતાછ હાથ ધરાશે. આ આખી ઘટનાનો માસ્ટર માઈન્ડ અજય મનજી વસાવા હતો.હાલ દિવાળી માં જ નર્મદા પોલીસ ને આ એક મોટો ગુનો ઉકેલવામાં સફરતા મળી છે હવે જોવાનું એ રહ્યું કે આ આરોપીઓએ અગાવ કેટલા ગુના કર્યા છે એનો ભેદ ઉકેલવામાં પોલીસ કેટલી સફળ થાય છે.

Next Story