Connect Gujarat
ગુજરાત

નર્મદા : કોવીડ હોસ્પિટલને અપાય એવી ભેટ કે દર્દીઓના ચહેરા પર રેલાયું સ્મિત

નર્મદા : કોવીડ હોસ્પિટલને અપાય એવી ભેટ કે દર્દીઓના ચહેરા પર રેલાયું સ્મિત
X

નર્મદા જિલ્લામાં કોરોનાની સારવાર લઇ રહેલાં દર્દીઓ માટે એક નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. કોવીડ હોસ્પિટલને ઇન્ડોર ગેમ્સના સેટ આપવામાં આવ્યાં છે જેથી દર્દીઓ સારવારની સાથે સાથે મનોરંજન પણ માણી શકે…

આદિવાસી સમાજની બહુલ વસતી ધરાવતાં નર્મદા જિલ્લામાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 88 કેસ નોંધાય ચુકયાં છે. કોરોના વાયરસના દર્દીઓની સારવાર માટે રાજપીપળામાં કોવીડ હોસ્પિટલ કાર્યાન્વિત કરવામાં આવી છે. કોરોનાની સારવાર દરમિયાન દર્દીઓમાં માનસિક હિમંત આવે તથા તેઓ હકારાત્મક અભિગમ અપનાવે તે માટે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. રાજપીપળાના CDMOની સૂચનાથી હોસ્પિટલને વિવિધ ઇન્ડોર ગેમ્સ જેવીકે સાપ સીડી, લુડો, પત્તા કેટ, બ્રેઇન વિટા, એરો ગેમ, નવો વેપાર સહિતની રમતોના સેટ આપવામાં આવ્યાં છે. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલાં દર્દીઓ મનોરંજન મેળવી શકે તે માટે આ અભિગમ અપનાવવામાં આવ્યો છે.

Next Story