Connect Gujarat
Featured

નર્મદા : કોરોના સામે આદિવાસીઓને જાગૃત કરવા અનોખો પ્રયાસ, આદિવાસી ભાષામાં કરાયું એનાઉન્સ

નર્મદા : કોરોના સામે આદિવાસીઓને જાગૃત કરવા અનોખો પ્રયાસ, આદિવાસી ભાષામાં કરાયું એનાઉન્સ
X

કોરોના મહામારી વચ્ચે લોકોને ઘરમાં રહો સુરક્ષિત રહો માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યારે નર્મદા જિલ્લા પોલીસે પણ અંતરિયાળ વિસ્તારોમાં રહેતા આદિવાસીઓને જાગૃત કરવા એક નવો જ પ્રયાસ હાથ ધર્યો છે.

અંતરિયાળ વિસ્તારમાં રહેતા આદિવાસીઓને કોરોના સામે જાગૃત કરવા માટે એક નવો પ્રયોગ હાથ ધરાયો છે. જેમાં સાગબારા અને ડેડીયાપાડા વિસ્તારના આદિવાસીઓ આજે પણ ગુજરાતી અને હિન્દી ભાષા સમજતા નથી. ઉપરાંત તેઓ પોતાની આદિવાસી ભાષા જ સમજે છે, ત્યારે કોરોનાથી બચવા પોલીસે લોકજાગૃતિ માટે તેમની આદિવાસી ભાષામાં જ માઇક પર એનાઉન્સ કરવામાં આવી રહ્યું છે. ગામમાં જ રહેતા આદિવાસી યુવાન દ્વારા પોતાની આદિવાસી ભાષામાં કોરોના વાયરસ અંગે લોકોને સમજણ આપવામાં આવી રહી છે, ત્યારે આ બાબતે પોલીસને પણ અનેક ગામડાઓમાંથી આદિવાસીઓનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

Next Story