Connect Gujarat
Featured

નર્મદા : કેવડીયાના ખાતે ઓલ ઈન્ડિયા પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ યોજાઇ, ભારતીય બંધારણ અંગે પ્રદર્શન યોજાયું

નર્મદા : કેવડીયાના ખાતે ઓલ ઈન્ડિયા પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ યોજાઇ, ભારતીય બંધારણ અંગે પ્રદર્શન યોજાયું
X

નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે ટેન્ટ સિટી-2માં આયોજીત અખિલ ભારતીય પીઠાસીન અધિકારીની પરિષદમાં 71માં બંધારણ દિવસના અનુસંધાને ભારતીય બંધારણ પર વિશેષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું ઉદઘાટન લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાજીએ કર્યું હતું.

કેવડીયા ખાતે ટેન્ટ સિટી-2માં યોજાયેલા પ્રદર્શનમાં ભારતમાં લોકશાહી મૂલ્યોનું સદીઓથી કેવી રીતે જતન કરવામાં આવ્યું છે તેની પ્રસ્તુતિ કરાઈ છે. દેશમાં ઋગવેદકાળથી કેવી રીતે જનપદ, મહાજનપદ, ગણ અને મહાગણ જેવા વિવિધ શાસન સ્વરૂપ થકી કેવી રીતે શાસનમાં જનભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવતી હતી, તે અંગેની રસપ્રદ વિગતો પણ પ્રદર્શિત કરવામાં આવી છે. ઉપરાંત પ્રદર્શનમાં સ્લાઈડ-શો તેમજ પોસ્ટર્સ, બેનર્સ દ્વારા ભારતીય બંધારણના વિવિધ પાસાઓની માહિતી પ્રદર્શિત કરવામાં આવી છે. પ્રદર્શનમાં લગભગ દોઢસોથી વધુ સ્લાઈડ દ્વારા ભારતીય બંધારણના વિવિધ પાસાઓ રજૂ કરવામાં આવ્યા હતા. બંધારણ સભાના પ્રારુપ સમિતિના અધ્યક્ષ ડો. બાબાસાહેબ આંબેડકરની 125મી જન્મજ્યંતિએ, 26 નવેમ્બર, 2015થી દેશમાં સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવે છે, તેને અનુલક્ષીને આ પ્રદર્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

Next Story