Connect Gujarat
ગુજરાત

નર્મદા : કેવડીયા વિવાદમાં કોંગ્રેસની એન્ટ્રી, 10 ધારાસભ્યોએ કલેક્ટરની લીધી મુલાકાત

નર્મદા : કેવડીયા વિવાદમાં કોંગ્રેસની એન્ટ્રી, 10 ધારાસભ્યોએ કલેક્ટરની લીધી મુલાકાત
X

સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધૂરા પ્રોજેકટ પુરા કરવા અને નવા પ્રોજેક્ટો માટે જગ્યાને લઈને સરકાર દ્વારા કેવડિયામાં ફેનસિંગ કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓ અને ગ્રામજનોના વિવાદમાં કોંગ્રેસે ઝંપલાવ્યું છે.

સ્ટેચ્યું ઓફ યુનિટીના નિર્માણ બાદ પણ વિવાદો ખતમ નથી થઈ રહ્યા. કેવડીયાને ફેંસિંગને લઈને વિવાદ વકરી રહ્યો છે. પોલીસ અધિકારીઓ અને સ્થાનિક આદિવાસીઓ વચ્ચે રોજ ઘર્ષણના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ફેંસિંગ વિવાદના સમાધાનમાં કોંગ્રેસના 10 વિધાન સભાના ધારાસભ્યો અને કોંગ્રેસ આગેવાનોએ જિલ્લા કલકેટર ની મુલાકાત કરી રાજપીપલા સર્કિટ હાઉસ ખાતે કેવડિયા અને 6 ગામોના ગ્રામજનોની મુલાકાત કરી હતી. ગામલોકોએ પોતાની જમીનો વર્તળ આજદિન સુધી નહીં મળ્યું હોવાનું કહી હાલ લોકડાઉનમાં પણ રોજગારી ના થતી હોવાની વાત કહી હતી. ગ્રામજનો એ સરકાર પાસે પહેલાનું વળતર અને જમીન સામે જમીનની માંગણી કરી છે. નહિ તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

નર્મદા જિલ્લામાં આવેલ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેટ્યૂ ઓફ યુનિટીનો પ્રવાસન ધામ તરીકે વિકાસ થયા બાદ આજુબાજુના 20 કિલોમીટરના વિસ્તારને વિકસાવવા સ્ટેટ્યૂ ઓફ યુનિટી પ્રવાસન સતા મંડળ બનાવીને હાલ કેવડિયાની આજુબાજુના 6 ગામોમાં તારની ફેન્સીંગ કરીને કેટલાક વિસ્તારને કોર્ડન કરવામાં આવી રહ્યો છે. સરકાર દ્વારા આ વિસ્તારના લોકોની જમીન હડપવાના આક્ષેપ સાથે સ્થાનિકો સાથે હવે રાજકારણીઓ પણ જોડાયા છે. ગઈ કાલે ભરૂચના સાંસદ અને ભાજપ નેતા મનસુખ વસાવાએ મુખ્ય મંત્રી વિજય રૂપાણીને પત્ર લખી હાલ પૂરતું કામ બંધ રાખવા વિનંતી કરી હતી.

Next Story