Connect Gujarat

નર્મદા : કોરોના મહામારી સામેતંત્ર બન્યું સજ્જ, માત્ર 3 દિવસના ટૂંકા ગાળામાં 100 બેડનો આઇસોલેશન વોર્ડ કર્યો તૈયાર

નર્મદા : કોરોના મહામારી સામેતંત્ર બન્યું સજ્જ, માત્ર 3 દિવસના ટૂંકા ગાળામાં 100 બેડનો આઇસોલેશન વોર્ડ કર્યો તૈયાર
X

દેશભરમાં નોવેલ કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે, ત્યારે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા માત્ર 3 જ દિવસના ટૂંકા ગાળામાં 100 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કર્યો છે.

નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળાની આયુર્વેદિક હોસ્પિટલ ખાતે કોરોના વાયરસ મહામારી સામે રક્ષણાત્મક કામગીરીના ભાગરૂપે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા માત્ર 3 જ દિવસના ટૂંકા ગાળામાં જ 100 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં હાલ ICU યુનિટમાં ૩ બેડ કાર્યરત થતાં 3 જેટલા દર્દીઓ સારવાર લઈ શકે તેવું આયોજન કરાયું છે. અત્યાર સુધીમાં ૩ શંકાસ્પદ દર્દીઓ રાજપીપળા જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમાં સારવાર લઈ રહ્યા હતા. પરંતુ આ રોગ વધુ ચેપગ્રસ્ત હોવાથી આઇસોલેશન વોર્ડ કાર્યરત કરી કોરોના મહામારી સામે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.

Next Story
Share it