Connect Gujarat
ગુજરાત

નર્મદા : મહિલા સશકિતકરણનો સંદેશો આપવા CRPFની મહિલાઓ મેદાનમાં

નર્મદા :  મહિલા સશકિતકરણનો સંદેશો આપવા CRPFની મહિલાઓ મેદાનમાં
X

વિશ્વ મહિલા દિવસ નિમિત્તે કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે CRPFની મહિલા જવાનો પહોંચી હતી.

મહિલા સશકિતકરણ અંગે સંદેશો ફેલાવવા તેઓ કેવડીયાથી મુંબઇ સુધીનું અંતર સાયકલ ઉપર 10 દિવસમાં પુર્ણ કરશે.

આઠમી માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે

કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશના વિવિધ રાજયોમાંથી આવેલી સીઆરપીએફની 40 જેટલી મહિલા જવાનો એકત્ર થઇ

હતી. તેઓ કેવડીયાથી સાયકલ ઉપર મુંબઇ ખાતે પહોંચશે. 10 દિવસનો પ્રવાસ ખેડી તેઓ મુંબઇ

ખાતે પહોંચશે અને ત્યાં સીઆરપીએફના સ્થાપના દિવસની ઉજવણી કાર્યક્રમમાં ભાગ લેશે.

કેવડીયાથી મુંબઇ સુધીની સફર દરમિયાન તેઓ અન્ય લોકોને પ્રેરણા મળી રહે તે માટે

વિવિધ કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. સાઇકલ રેલીમાં 100 થી વધુ મહિલાઓ એ ભાગ લીધો છે.

Next Story