Connect Gujarat
ગુજરાત

ગુજરાતને નહીં નડે જળ સંકટ, 1 વર્ષ ચાલે તેટલો જથ્થો આવ્યો નર્મદા ડેમમાં

ગુજરાતને નહીં નડે જળ સંકટ, 1 વર્ષ ચાલે તેટલો જથ્થો આવ્યો નર્મદા ડેમમાં
X

નર્મદા ડેમમાં હાલ 30 હજાર ક્યુસેક પાણીની આવક, હાલ ડેમની સપાટી 115.21 મીટર પર પહોંચી

ગુજરાતના ખેડૂતો અને જનતા તથા સરકાર માટે સારા સમાચાર આવ્યા છે. ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમમાં ગુજરાતને સિંચાઇ અને પીવા માટે એક વર્ષ સુધી ચાલે તેટલા પાણીનો સંગ્રહ થઇ ગયો છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે.

[gallery size="large" td_select_gallery_slide="slide" ids="61815,61816,61817"]

નર્મદા ડેમમાં થઈ રહેલી પાણીની આવકને લઈ બપોરે 3 કલાકે 115.21 મીટરની સપાટીએ પહોંચી હતી. પાણીની સપાટીમાં પ્રતિ કલાકે 02 સે.મી.નો વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમ સાઇટના કાર્યપાલક ઇજનેર એ.વી. ગજ્જરના જણાવ્યા મુજબ આજે પાણીનો ઇનફ્લો 37000 ક્યુસેક અને પાણીનો આઉટફ્લો 3500 ક્યુસેક રહ્યો છે. કેનાલ હેડના પાંચ પાવર હાઉસ પૈકી એક યુનિટ કાર્યરત છે.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં સતત પાણીની આવકને પગલે ડેમની સપાટીમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. નર્મદા ડેમના કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદ પડતા નર્મદા ડેમમાં નવા નીર આવી રહ્યા છે. નર્મદા ડેમની સપાટી 115.21 મીટર પર પહોંચી ગઇ છે. અને નર્મદા ડેમમાં 30 હજાર ક્યુસેક પાણીની આવક પણ થઇ રહી છે. ગુજરાતને સિંચાઇ અને પીવા માટે એક વર્ષ સુધી ચાલે તેટલા પાણીનો સંગ્રહ નર્મદા ડેમમાં થઇ ગયો છે.

Next Story