Connect Gujarat
Featured

સમગ્ર રાજ્યને હર્બલ સેનિટાઇઝર પૂરું પાડતો એકમાત્ર નર્મદા જિલ્લો, આયુર્વેદિક ઔષધીઓમાંથી બનાવવામાં આવે છે “સેનિટાઇઝર”

સમગ્ર રાજ્યને હર્બલ સેનિટાઇઝર પૂરું પાડતો એકમાત્ર નર્મદા જિલ્લો, આયુર્વેદિક ઔષધીઓમાંથી બનાવવામાં આવે છે “સેનિટાઇઝર”
X

કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે હાલ સેનિટાઇઝરનો ઉપયોગ સૌથી વધુ કરવામાં કરવામાં આવી રહ્યો છે, ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યને હર્બલ સૅનેટાઇઝર પૂરું પાડતો એકમાત્ર નર્મદા જિલ્લો અગ્રેસર રહ્યો છે.

નર્મદા જિલ્લાના રાજપીપળા સ્થિત નીરવ હેલ્થ કેર આયુર્વેદિક કંપની દ્વારા આયુર્વેદિક હર્બલ નીમ કોટ સેનિટાઇઝર બનાવવા આવી રહ્યું છે. જે સેનિટાઇઝર ગુજરાત સરકારને રાહત દરે આપવામાં આવી રહ્યું છે. એટલે સમગ્ર રાજ્યમાં નર્મદા જિલ્લામાંથી સેનિટાઇઝર ઉત્પાદન થઇને લોકો સુધી પહોચી રહ્યું છે.

નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પણ નીરવ હેલ્થ કેર આયુર્વેદિક કંપની દ્વારા લોકોને આયુર્વેદિક ઔષધીઓમાંથી બનાવવામાં આવેલું સેનિટાઇઝર નિઃશુલ્ક આપવામાં આવી રહ્યું છે. જિલ્લા પોલીસ અને આરોગ્ય વિભાગ સહીત ગામની સ્વૈચ્છીક સંસ્થાઓને પણ નીરવ અગ્રવાલ અને તેમનો પરિવાર દ્વારા નિઃશુલ્ક સેનિટાઇઝર આપીને ઉત્તમ કામગીરી કરવામાં આવી રહી છે.

Next Story