Connect Gujarat
ગુજરાત

નર્મદા : જંગલ સફારી પાર્કમાં વિદેશી પ્રાણી ઝીબ્રાનું થયું મોત, વાતાવરણ અનુકૂળ ન આવતા મોત થયાનું અનુમાન

નર્મદા : જંગલ સફારી પાર્કમાં વિદેશી પ્રાણી ઝીબ્રાનું થયું મોત, વાતાવરણ અનુકૂળ ન આવતા મોત થયાનું અનુમાન
X

નર્મદા જિલ્લાના સ્ટેચ્યું ઓફ યુનિટી નજીક બનાવવામાં

આવેલા જંગલ સફારી પાર્કમાં વધુ એક વિદેશી પ્રાણીનું મોત થતા જંગલ સફારી અંગે અનેક

પ્રશ્નો ઉભા થયા છે.

સ્ટેચ્યું ઓફ યુનિટી નજીક બનાવવામાં આવેલા જંગલ સફારી

પાર્કમાં રાખવામાં આવેલ દેશ-વિદેશના પ્રાણીઓને અહીનું વાતાવરણ

અનુકૂળ ન આવતા છેલ્લા કેટલાંય દિવસોથી એક ઝીબ્રા બીમાર હતું. ખાસ કરીને પર્યટકોના

આકર્ષણ માટે જંગલ સફારી બનાવવામાં આવી રહ્યું છે, ત્યારે

અગાઉં પણ 2 ઇમ્પાલાના મોત નીપજ્યા હતા.

દેશ-વિદેશના પ્રાણીઓના મોત અંગે સરદાર પટેલ જીઓલોજિકલ

પાર્કના ડિરેક્ટરે જણાવ્યુ હતું કે, આ ઝીબ્રા છેલ્લા

3 દિવસથી બીમાર હતું અને તેને અહીનું વાતાવરણ અનુકૂળ ન આવતા તેનું મોત થયું છે.

જોકે હવે પછી અન્ય પ્રાણીઓના સ્વસ્થ્યનું પૂરતું ધ્યાન પણ રાખવામાં આવશે.

Next Story