Connect Gujarat
ગુજરાત

નર્મદા : એરસ્ટ્રીપ બનવાની જગ્યાએ જવાનું વિદેશમંત્રીએ ટાળ્યું, તો જાતે જ JCB ચલાવી કર્યું તળાવનું ખાતમુહૂર્ત

નર્મદા : એરસ્ટ્રીપ બનવાની જગ્યાએ જવાનું વિદેશમંત્રીએ ટાળ્યું, તો જાતે જ JCB ચલાવી કર્યું તળાવનું ખાતમુહૂર્ત
X

વિદેશમંત્રી એસ. જયશંકર આજે નર્મદા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા, ત્યારે રાજપીપળા નજીક એરસ્ટ્રીપ બનવાની છે તે જગ્યાએ જવાનું તેમણે ટાળ્યું હતું. ઉપરાંત ઢોલાર ગામે તળાવના કામનું ખાતમુહૂર્ત કરી તેઓએ જાતે જેસીબી મશીન ચલાવીને કામગીરી શરૂ કરાવી હતી.

વિદેશમંત્રી એસ. જયશંકર નર્મદા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા, ત્યારે તેઓએ ઢોલાર ગામ નજીક જેસીબી કંપનીના સીઆર ફંડમાંથી જે તળાવ બનવાનું છે, તે તળાવના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. એસ. જયશંકરે જાતે જેસીબી મશીન ચલાવીને તળાવની કામગીરી શરૂ કરાવી હતી. આ પ્રસંગે વિદેશમંત્રી એસ. જયશંકર જણાવ્યું હતું કે, ચીનમાં ફેલાયેલા કોરોના વાઇરસ બાદ ત્યાંના ભારતીયો માટે પણ સરકાર ચિતીત છે, સરકાર ચીન સત્તાધીશો સાથે સંપર્કમાં હોવાનુ જણાવ્યુ હતુ.

Next Story