Connect Gujarat
Featured

નર્મદા: ડેડિયાપાડા APMCના ગોડાઉનમા ભિષણ આગ, ખોળ સહિત જંતુનાશક દવાનો જથ્થો બળીને ખાખ

નર્મદા: ડેડિયાપાડા APMCના ગોડાઉનમા ભિષણ આગ, ખોળ સહિત જંતુનાશક દવાનો જથ્થો બળીને ખાખ
X

નર્મદા જીલ્લા ના ડેડિયાપાડા ખાતે APMCના ગોડાઉનમા ભિષણ આગ લાગતા ગોડાઉનમા મુકેલ ખોળ સહિત જંતુનાશક દવાનો જથ્થો બળીને ભસ્મીભૂત થતા લાખો રુપિયાના નુકશાનનુ અનુમાન લગાવાઇ રહયું છે. શોર્ટ સર્કિટ થી લાગેલ આગ ઉપર કલાકો ની ભારે જહેમત બાદ કાબુ મેળવાયો હતો.

મળતી માહિતી અનુસાર ડેડિયાપાડા ખાતેની APMCના ગોડાઉનમા સવારે લગભગ 10 વાગ્યાના આસપાસ શોર્ટ સર્કિટ થી આગ લાગી હતી. જેને જોત જોતામાં ભયંકર રૂપ લેતા લોકોમા ભારે નાસભાગ મચી હતી. શોર્ટ સર્કિટ થી લાગેલી આગમા ગોડાઉનમા ભરેલા ખોળ સહિત જંતુનાશક દવાનો લાખો રુપિયાનો જથ્થો બાલીની ખાખ થવા પામ્યો હતો.

આગ લાગતા JCB મશીન થી ગોડાઉનની દિવાલને તોડી પંચાયતના બંબા દ્વારા પાણીનો છંટકાવ કરી કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો. સમગ્ર વિસ્તારના આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.

નર્મદા જીલ્લાના જંગલ વિસ્તારમાં આવેલ ડેડિયાપાડા સહિત સાગબારા અને સેલંબા વિસ્તારમાં વારંવાર આગ લાગવાની ધટનાઓ બનતી હોય છે. આ વિસ્તારમાં આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડના બંબાની કોઈ જ વયવસથા ન હોવાથી ભારે તબાહી મચે છે. વારંવાર આ વિસ્તારમાં ફાયર સ્ટેશનની માંગ પણ લોકો દ્વારા કરવામાં આવી છે પરંતુ માંગણીઓને ધ્યાને ન લેતા લોકોમાં પણ નારાજગી જોવા મળે છે.

Next Story