નર્મદા : કેવડીયા ખાતે યોજાયેલ ઓલ ઈન્ડિયા પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સનો આજે અંતિમ દિવસ

0

નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે ટેન્ટ સિટી-2માં આયોજીત અખિલ ભારતીય પીઠાસીન અધિકારીની પરિષદમાં 71માં બંધારણ દિવસના અનુસંધાને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાજીની અધક્ષતામાં પ્રારંભ કરવામાં આવ્યો હતો, ત્યારે કોન્ફ્રરન્સનો આજે અંતિમ દિવસ હોવાથી અનેક મહાનુભાવો દ્વારા વક્તવ્ય યોજાયા હતા.

કેવડીયા ખાતે ટેન્ટ સિટી-2માં યોજાયેલા 2 દિવસીય ઓલ ઈન્ડિયા પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ દરમ્યાન લોકસભાના અધ્યક્ષ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ અન્ય રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ હાજરી આપી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ રીતે સંબોધન કર્યું હતું, ત્યારે કોન્ફરન્સના અંતિમ દિવસ હોવાથી અનેક મહાનુભાવો દ્વારા વક્તવ્ય યોજાયા હતા.

કેવડીયા ખાતે યોજાયેલ ઓલ ઈન્ડિયા પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ દરમ્યાન રાજસ્થાન રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ સી.પી.જોશી પણ વિશેષ હાજર રહ્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યુ હતું કે, જે નવા કાયદા છે અને જે બિનજરૂરી છે તે પણ હવે દૂર થવા જોઈએ. તેમજ પ્રતિભાવ આપ્યો હતો કે, આ સુંદર જગ્યા છે અને આવા સ્થળે આજે આવ્યા ત્યારે પ્રિસાઇડિંગ ઓફિસર કોન્ફરન્સ થઇ છે તેનું આયોજન તેઓને ખૂબ ગમ્યું હતું. તો સાથે જ ઓલ ઈન્ડિયા પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સના આયોજકોનો પણ આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here