Connect Gujarat
ગુજરાત

નર્મદા : કેવડીયામાં ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કની મુલાકાતે આવ્યા 15 હજારથી વધુ પ્રવાસીઓ

નર્મદા : કેવડીયામાં ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કની મુલાકાતે આવ્યા 15 હજારથી વધુ પ્રવાસીઓ
X

નર્મદા જિલ્લાના કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ એક પછી એક નવા પ્રોજેક્ટ આકાર લઇ રહયાં છે, ત્યારે 20 હજાર સ્ક્વેર ફુટમાં બનેલાં ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કનો તેમાં ઉમેરો થયો છે. પ્રાયોગિક ધોરણે ખુલ્લા મુકાયેલાં પાર્કની અત્યાર સુધીમાં 15 હજારથી વધારે પ્રવાસી મુલાકાત લઇ ચૂક્યા છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે 20 હજાર સ્ક્વેર ફૂટમાં બનેલો ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક હાલ પ્રવાસીઓમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. હાલ તેને પ્રાયોગિક ધોરણે ખુલ્લો મુકાયો હોવા છતાં 15 હજારથી વધુ પ્રવાસીઓ તેની મુલાકાત લઇ ચૂક્યા છે. બાળકોને જંક ફુડની ખરાબ અસરો અને તેનાથી બચવા માટે ન્યુટ્રીશનયુક્ત આહાર વિશે પાર્કમાં જાણકારી આપવામાં આવી રહી છે. ન્યુટ્રીશનની થીમ પર આધારિત કેવડીયા ખાતે આ દેશનો પ્રથમ પાર્ક છે. “સહી પોષણ, દેશ રોશન”ની થીમ હેઠળ બાળકોને તંદુરસ્ત આહાર અને ગુણવત્તાયુક્ત પોષણ અંગે મહત્વપૂર્ણ માહિતી આપવા માટે પાર્કનું નિર્માણ કરાયું છે. આ ઉપરાંત પાર્કમાં જંગલ જીમ અને ટ્રેઝર હન્ટ સહિતની અનેક પ્રવૃતિઓ પણ થઈ રહી છે. પાર્કમાં આર્કેડ ગેમિંગ ઝોન, ફીડીંગ રૂમ અને ચાઇલ્ડ-કેર એરિયા પણ રાખવામાં આવ્યા છે. અહી ફોટોગ્રાફી માટે સેલ્ફી પોઇન્ટ તેમજ ન્યુટ્રી કાફે પણ બનાવવામાં આવ્યું છે.

Next Story