Connect Gujarat
Featured

નર્મદા: કેવડીયા ખાતે નેશનલ ડિફેન્સ કોન્ફરન્સનો પ્રારંભ,જુઓ દેશની સુરક્ષા અંગે શું થઈ ચર્ચા

નર્મદા: કેવડીયા ખાતે નેશનલ ડિફેન્સ કોન્ફરન્સનો પ્રારંભ,જુઓ દેશની સુરક્ષા અંગે શું થઈ ચર્ચા
X

નર્મદા જિલ્લાના કેવડિયા ટેન્ટ સિટી-2 ખાતે આજથી ત્રિદિવસીય નેશનલ ડિફેન્સ કોન્ફરન્સનો પ્રારંભ કરવામાં આવ્યો છે

નર્મદા જિલ્લામાં ઓલ ઇન્ડિયા ડિફેન્સની કોન્ફરન્સનો આજથી પ્રારંભ થયો છે.દેશની નેવી,આર્મી,હવાઈ સેનાના ચીફ,ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવત,રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ રક્ષા મંત્રી રાજનાથસિંહ તબક્કાવાર ઉપસ્થિત રહેશે દેશની આંતરિક સુરક્ષા અને બોર્ડર ની સુરક્ષા માટે આ બેઠક માં ખાસ ચર્ચા કરવામાં આવી રહી છે. સમગ્ર ચર્ચાનો રિપોર્ટ 6 માર્ચના દિવસે પૂર્ણાહુતિ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેશે અને તેઓ ઉદબોધન પણ કરશે. કેવડિયા કોલોનીમાં આ દિવસને લઇને ભારે ચહલપહલ જોવા મળી રહી છે ખાસ કરીને કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ હવે યોજાઈ રહી છે.ડિફેન્સ ની કોન્ફરન્સ માં 3 દિવસ દરમિયાન દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષાને લઇને મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરવામાં આવનાર છે.ઓલ ઈન્ડિયા ડિફેન્સ કોન્ફરન્સને લઈ કેવડીયા પોલીસ છાવણીમાં ફેરવાયું છે

Next Story