Connect Gujarat
ગુજરાત

ઓછા પાણીના પગલે છવાયું નર્મદામાં સફેદ રણ

ઓછા પાણીના પગલે છવાયું નર્મદામાં સફેદ રણ
X

નર્મદા નદી નો પ્રવાહ લુપ્ત થતા હાલ નદીમાં દરિયાના ખારા પાણી જોવા મળે છે. જેના કારણે સફેદ રણ જેવી પરીસ્થીતીનું નિર્માણ થયું છે. સામાન્ય દિવસોમાં પાણી એટલા ઓછા હોય છે કે નિકોરા સહિત 18 જેટલા ગ્રામજનો ચાલતા સામે પાર જતા જોવા મળે છે. વધુ માં નદી માં જોવા મળતી 18 જેટલી માછલી હવે નદી માં રહી નથી.

હાલની પરિસ્થીતિમાં નર્મદા નદી પર બનેલા બ્રિજ પર થી પસાર થતા જે માં નર્મદા ને જોઈ લોકો પોતાને ભાગ્યશાળી માનતા હતા તે મા નર્મદા હવે સફેદ રણ બની ગઈ છે.

છેલ્લા ઘણા વર્ષોથી નર્મદાનું જળ સ્થળ ઘટતું જતું હોવાથી આજુબાજુના ગામડાઓ સહીત ના કેટલા વિસ્તારોને પાણીની સમસ્યાઓ જોવા મળી રહી છે. એટલુંજ નહિ નદી નું ખરું પાણી પી ને કેટલાક પશુઓ ની આપ મૃત્યુ ચોપડે નોંધાઈ છે.

ઉપરવાસમાંથી પાણી ન છોડાતાં દરિયાના પાણી ભાડભૂત થી આગળ સુધી નીકળી આવ્યા છે. આ ખારા પાણીના લીધે નદીના મીઠા પાણીમાં રહેતા જળચર પ્રાણીઓ ઉપર ઘણી મોટી અસર થવા પામી છે. સરકાર જ્યારે જ્યારે પણ નદીની વાત આવે છે ત્યારે ત્યારે માત્ર અને માત્ર વાતો જ કરતી દેખાય છે. આ વખતે પણ દરેક પાર્ટીઓ દ્વારા પોતાના મેનીફેસ્ટોમા અને ભાષણોમાં નર્મદા નદી ને મુદ્દો બનાવ્યો હતો.

પરંતુ હાલ માં જે નુકસાન પરિયાવરણ ને થાય છે તે કોઈ ને દેખાતું નથી કારણ કે અત્યાર સુધી નર્મદા નદી કુલ 18 જેટલી વિભિન્ન પ્રકાર ની માછલીઓ જોવા મળી હતી પરંતુ હવે આવી કોઈ માછલી જોવા મળતી નથી. એક સમય નર્મદા નદી માંથી હિલ્સા માછલી એકપૉર્ટ થતી હતી પરંતુ ડેલ્ટા એરિયા ના હોવાના કારણે હવે એ 18 પ્રજાતીયો નામ સેહશ થઇ છે.

નર્મદા નદી પર નભતા લોકો પર સંકટ આવી રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે જ્યારે કન્નેક્ટ ગુજરાત ની ટિમ ભરૂચના અતિ પવિત્ર સ્થળ ગણાતા દશાશ્વમેઘ ઘાટ પર પહોંચી ત્યારે ત્યાં નર્મદા નદી નહીં પણ ખારપટ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે જ્યારથી સરદાર ડેમ ઉપર દરવાજા લગાવી દેવામાં આવ્યા છે તેમજ નર્મદા નદીમાં પાણી ઘણું ઓછું છોડવામાં આવે છે.હાલ માં દરિયાઈ ભરતી આવે છે ત્યારે ભાડભૂત , ભરૂચ નીકોરા ,શુકલતીર્થ તથા ઝનોર સુધીનો પટ્ટા પર આ પાણી ના લીધે પટ્ટ ઉપર ખારાશ વધતી જોવા મળે છે .

નર્મદા નદી એ ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી હતી પરંતુ હવે આ નર્મદા નદીનું પાણી હાલમાં તો દરિયાના ખારા પાણીનો સામનો કરી રહ્યું છે અને જો હવે પછીના સમયમાં નર્મદા નદીમાં પાણી નહીં છોડવામાં આવે તો આ નર્મદા નદી મૃતપાય થઇ જશે અને માત્ર દરિયો જ અથવા તો ગટર સમી જ નદી દેખાવા લાગશે. નર્મદા નદી પર નભતા કેટલાક લોકો આક્રોશ સાથે જણાવ્યું હતું કે નેતાઓ માત્ર નર્મદા માંનુ નામ જ વટાવી જાણે છે. પરંતુ તેમને બંન્ને કાંઠે વહેતી કરવામાં નિષ્ફળ નીવડ્યા છે.તો આવનારા સમયમાં જે નર્મદા નદીના નામે વોટ માંગતા હતા તે શું નર્મદાને જીવિત રાખવામાં સફળ થશે કે પછી લોકોને ઉલ્લુ બનાવ્યા તેવું સાબિત થશે એ તો આવનારો સમય જ બતાવશે.

Next Story