Connect Gujarat
ગુજરાત

નર્મદા : હવે આપને પણ સહેલાઇથી મળી રહેશે સ્ટેચ્યું ઓફ યુનિટીની તમામ માહિતી, ટોલ ફ્રી નંબર જાહેર કરાયો

નર્મદા : હવે આપને પણ સહેલાઇથી મળી રહેશે સ્ટેચ્યું ઓફ યુનિટીની તમામ માહિતી, ટોલ ફ્રી નંબર જાહેર કરાયો
X

નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે આવનારા પ્રવાસીઓ માટે એક ખુશ ખબર કહી

શકાય કે, હવે સ્ટેચ્યું ઓફ યુનિટીને લગતી કોઈ પણ પ્રકારની સહાયતા માટે ટોલ ફ્રી નં. 1800-233-6600 ઉપર તમામ સંપૂણ માહિતીઓ મળી રહેશે. હાલ તો SOU દ્વારા ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે, જેનો પ્રવાસીઓ નિઃસંકોચ ઉપયોગ કરી શકશે.

કેવડિયા ખાતે નિર્માણ પામેલ સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે અત્યાર સુધીમાં 32 લખાથી વધુ પ્રવાસીઓ મુલાકાત લઇ ચુક્યા છે. SOU તંત્ર દ્વારા સુવિધા ઉભી કરવામાં આવતા પ્રવાસીઓને આજ દિન સુધી કોઈ તકલીફ પડી નથી. છતાં કોઈ તકલીફ પડી હોય તો તે બાબતે તકેદારી રાખી હવે પ્રવાસીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે ઉપરાંત પ્રવાસ દરમ્યાન કેવી રીતે ટિકિટ લેવી, કેવી રીતે બસ મેળવવી, SOU ખાતે ક્યાં ક્યાં ફરવું સહીતની તમામ માહિતીઓ હવે એક ટોલ ફ્રી

નંબર પરથી મળી જશે. સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા

ટ્રસ્ટ દ્વારા તમામ કાળજી રાખીને એક માહિતી વિભાગ ઉભો

કરવામાં આવ્યો છે. જેના માટે કેવડિયામાં ટોલ રૂમ બનાવવામાં આવ્યો છે. જેમાં હવે ટોલ ફ્રી નં. 1800-233-6600 ઉપર ફોન કરી તમામ માહિતી પ્રવાસીઓ મેળવી

શકાશે.

Next Story