Connect Gujarat
Featured

નર્મદા : કેવડીયાને દેશના વિવિધ પ્રાંતો સાથે જોડતી આઠ ટ્રેનોનો પીએમના હસ્તે પ્રારંભ

નર્મદા : કેવડીયાને દેશના વિવિધ પ્રાંતો સાથે જોડતી આઠ ટ્રેનોનો પીએમના હસ્તે પ્રારંભ
X

નર્મદા જીલ્લામાં કેવડીયા ખાતે આવેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની કનેકટીવીટી વધારવા માટે હવે ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે. રવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વિવિધ શહેરોમાંથી કેવડીયાને જોડતી આઠ ટ્રેનોનો ઓનલાઇન પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે કેવડીયા ખાતે બનેલાં દેશના પહેલાં ગ્રીન રેલ્વે સ્ટેશનનું પણ ઉદઘાટન કરાયું હતું.


કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીને દેશના 6 રાજ્યો સાથે જોડતી 8 ટ્રેનોને પીએમ મોદીએ આજે વર્ચ્યુઅલ લોકાર્પણ કરીને લીલી ઝંડી આપીને રવાના કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડભોઇ-ચંડોદ ગેજ રૂપાંતરિત બ્રોડગેજ રેલવે લાઇન, ચાંદોદ-કેવડિયા નવી બ્રોડગેજ રેલવે લાઇન, નવી વિદ્યુતકૃત પ્રતાપનગર-કેવડિયા વિભાગ અને ડભોઇ જંક્શન, ચાંદોદ અને કેવડિયા નવા સ્ટેશન બિલ્ડિંગનું ઉદઘાટન કર્યું હતું. કેવડિયા સ્ટેશન એ ભારતનું પહેલું રેલવે સ્ટેશન છે જેણે ગ્રીન બિલ્ડિંગનું પ્રમાણપત્ર મેળવ્યું છે. આ પ્રોજેક્ટ આજુબાજુના આદિજાતિ વિસ્તારોની વિકાસલક્ષી પ્રવૃત્તિઓમાં વધારો કરશે. નર્મદા નદીના કાંઠે મહત્વપૂર્ણ ધાર્મિક અને પ્રાચીન તીર્થસ્થાનો સાથે જોડાણ વધારશે અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પર્યટન અને આ ક્ષેત્રનો એકંદર સામાજિક-આર્થિક વિકાસ અને નવા રોજગાર અને વ્યવસાયમાં વધારો કરશે અને તકો પૂરી પાડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલાં અમદાવાદથી કેવડીયા વચ્ચે સી પ્લેનની સુવિધા શરૂ કરવામાં આવી છે. ટ્રેનની સુવિધા શરૂ કરવામાં આવતાં અન્ય રાજયોમાં રહેતાં લોકો રાહતદરથી કેવડીયા ખાતે આવી સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા અન્ય મનોરંજન સ્થળોનો આનંદ ઉઠાવી શકશે. કેવડીયા ખાતે આયોજીત સમારંભમાં દેશના રેલમંત્રી પિયુષ ગોયલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મહેમાનો હાજર રહયાં હતાં.

  • કેવડિયાથી વારાણસી - મહામાન એક્સપ્રેસ (સાપ્તાહિક)
  • દાદર-કેવડિયા - એક્સપ્રેસ (દૈનિક)
  • અમદાવાદથી કેવડિયા -જનશતાબ્દિ એક્સપ્રેસ (દૈનિક)
  • કેવડિયાથી હજરત નિઝામુદીન - સંપર્ક ક્રાંતિએક્સપ્રેસ (દ્વિ-સાપ્તાહિક)
  • કેવડિયાથી રિવા કેવડિયા - રિવા એક્સપ્રેસ (સાપ્તાહિક)
  • ચેન્નાઇથી કેવડિયા ચેન્નાઇ - કેવડિયા એક્સપ્રેસ (સાપ્તાહિક)
  • પ્રતાપનગરથી કેવડિયા - મેમુ ટ્રેન (દૈનિક)

Next Story