Connect Gujarat
Featured

નર્મદા: રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમાં 123 ઉમેદવારીપત્ર માન્ય, જુઓ કોના કોના ફોર્મ થયા રદ્દ

નર્મદા: રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમાં 123 ઉમેદવારીપત્ર માન્ય, જુઓ કોના કોના ફોર્મ થયા રદ્દ
X

નર્મદા જિલ્લાની રાજપીપળા નગર પાલિકાની ચૂંટણીમાં આજે ફોર્મ ચકાસણી કરવામાં આવતા 123 ફોર્મ માન્ય રહ્યા હતા.

નર્મદા જિલ્લાની એક માત્ર રાજપીપલા નગરપાલિકામાં સદસ્યોની નિમણુંક માટે આગામી 28 તરીકે ચૂંટણી યોજાવવાની છે ત્યારે આ ચૂંટણીમાં કુલ આઠ વોર્ડ માટે 144 ફોર્મ ભરાયા હતા. આજે ફોર્મ ચકાસણીનો દિવસ હતો ત્યારે પ્રાંત અધિકારી સહ ચૂંટણી અધિકારી નાંદોદ કાર્યાલય ખાતે ઉમેદવારોની હાજરીમાં ફોર્મ ચકાસણી હાથ ધરાઈ હતી. જેમાં 21 ફોર્મ અમાન્ય થયા છે જયારે 123 ફોર્મ માન્ય રહેવા પામ્યા છે જેમાં 28 ફોર્મ ભારતીય જનતા પક્ષના,12 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના બે આપના તથા 1 બીટીપીના ઉમેદવારનું માન્ય રહ્યું છે.

અપક્ષોનો દબદબો હોય એમ કુલ 80 અપક્ષ ઉમેદવારો હજી પણ મેદાનમાં છે ત્યારે આવતીકાલે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યાર બાદ રાજપીપલા નગરપાલિકામાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે અને ઉમેદવારોને ચિન્હ અને અનુક્રમ નંબર ફાળવવામાં આવશે તંત્ર દ્વારા આ વખતે ઈવીએમ અંગે ખાસ માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે કે દરેક મતદારે ચાર મત કે તેથી ઓછા અથવા નોટાનો ઉપયોગ કરી મતદાન કરવાનું છે.

Next Story