Connect Gujarat
Featured

નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હવે નમો નમ:થી સ્વાગત, જુઓ શું છે નવો પ્રયોગ

નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હવે નમો નમ:થી સ્વાગત, જુઓ શું છે નવો પ્રયોગ
X

કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે હવે સ્થાનિક લોકો પ્રવાસીઓને સંસ્કૃત ભાષામાં ગાઈડ કરતા જોવા મળશે. અત્યાર સુધી 6 ભાષાઓમાં પ્રવાસીઓને માર્ગદર્શન આપતા ગાઈડ ઉપલબ્ધ છે, જેમાં હવે સાતમી ભાષા સંસ્કૃતનો ઉમેરો થયો છે. જેના માટે સ્થાનિક 16 લોકોને સંસ્કૃત ભાષાની તાલીમ આપવામાં આવી છે.

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે હવે મુલાકાતીઓનું સ્વાગત નમો નમઃથી કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની શરૂઆત કરાવી ત્યાર બાદ દિવસેને દિવસે નવા આયામો આકાર લઈ રહ્યા છે, ત્યારે હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં મૂલાકાત લેતા અને સંસ્કૃત કવિ હોય તેવા લોકો પ્રવાસીઓ માટે સંસ્કૃતમાં ગાઈડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. અત્યાર સુધી કેવડિયા કોલોની ખાતે ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, મરાઠી, તેલગુ, તમિલ ભાષામાં ગાઈડ ઉપલબ્ધ છે, જોકે હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવાસીઓને દરેક સ્થાન વિગત અને તેની મહત્વતા સમજાવતા હોય છે. જેમાં હવે વધુ એક ભાષાનો ઉમેરો થયો છે અને તે સંસ્કૃત ભાષા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કેવડિયા કોલોની ખાતે શરૂ થયેલા પ્રયોગની વાતનો મન કી બાત કાર્યક્રમ ઉલ્લેખ કર્યો છે અને પ્રયાસને વધાવ્યો છે. સંસ્કૃત ભાષાએ ભારતની પરંપરાગત ભાષા છે અને દેશની મોટાભાગની ભાષાનોનું મૂળ છે, જેને લઈ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે 16 ગાઈડ સંસ્કૃત ભાષામાં કાર્યરત રહેશે. 2 મહિના સુધી અહીંના સ્થાનિક 16 લોકોને સંસ્કૃત માટે તાલીમ આપવામાં આવી હતી.

Next Story