Connect Gujarat
Featured

નર્મદા : સ્ટેચ્યૂ ઓફ યુનિટીના 70 જેટલા સિક્યુરિટી જવાનોનો પગાર મુદ્દે “અનોખો વિરોધ”

નર્મદા : સ્ટેચ્યૂ ઓફ યુનિટીના 70 જેટલા સિક્યુરિટી જવાનોનો પગાર મુદ્દે “અનોખો વિરોધ”
X

નર્મદા જિલ્લાના રાજપીપળા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીના 70 જેટલા સિક્યુરિટી જવાનોને છેલ્લા 2 મહિનાથી પગાર નહીં મળતા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેના પગલે કોન્ટ્રાક્ટ કંપની દ્વારા સિક્યુરિટી જવાનોને એક મહિનાનો પગાર આપવામાં આવ્યો હતો.

કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકડાઉન શરૂ થતું ત્યારથી નર્મદા જિલ્લાના રાજપીપળા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યું છે, ત્યારે તેની સુરક્ષા માટે UDS સર્વિસ હેઠળ કામ કરતાં 70 જેટલા સિક્યુરિટી જવાનો મૂકવામાં આવ્યા હતાં. જોકે સિક્યુરિટી સર્વિસ માટેનો મુખ્ય કોન્ટ્રાકટ L&Tનો છે. જોકે લોકડાઉનના કારણે છેલ્લા 2 મહિનાથી સિક્યુરિટી જવાનોને પગાર ચૂકવવામાં આવ્યો નથી. જેના પગલે સિક્યુરિટી જવાનો રોષે ભરાઈ ગત શુક્રવારના રોજ સવારે SOU પરિસરમાં હાજર થયા હતા.

પરંતુ કોઇ પણ સિક્યુરિટી પોતાના પોઇન્ટ પર ગયા ન હતા. જોકે સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી જવાનોએ પરેડ કરી SOU પરિસરમાં જ સોશિયલ ડિસ્ટન્સ સાથે વિશ્રામની સ્થિતિમાં ઉભા રહી પોતાનો અનોખો વિરોધ નોંધાવ્યો હતો, ત્યારે ઉચ્ચ અધિકારીઓએ આશ્વાસન આપ્યા બાદ જવાનોને એક મહિનાનો પગાર ચૂકવવામાં આવ્યો હતો.

Next Story