Connect Gujarat
Featured

નર્મદા : મેન્ટેનન્સના દિવસે પણ સ્ટેચ્યું ઓફ યુનિટી રહેશે ખુલ્લુ

નર્મદા : મેન્ટેનન્સના દિવસે પણ સ્ટેચ્યું ઓફ યુનિટી રહેશે ખુલ્લુ
X

રાજ્યમાં માર્ચ મહિનાથી કોરોનાં મહામારીનાં કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતનાં પ્રવાસન સ્થળો બંધ રખાયા હતા.બાદમાં ઓકટોબર માસથી એક બાદ એક પ્રવાસન સ્થળો COVID19 ની ગાઇડલાઇન સાથે પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાયા છે. ત્યારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ ખુલ્લી મુકવામાં આવી છે.

નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાને લોકડાઉન બાદ ખોલવામાં આવતા પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. ત્યારે પ્રવાસીઓની માંગણી અને લાગણીને ધ્યાને રાખીને તા. ૧૯/૧૦/૨૦૨૦ અને તા. ૨૬/૧૦/૨૦૨૦, સોમવારનાં સાપ્તાહિક અવકાશને મોકુફ રાખીને પ્રવાસીઓ માટે પ્રવેશ ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.તમામ પ્રવાસન સ્થળોએ COVID19 ની ગાઇડલાઇન મુજબ પ્રવાસીઓની સંખ્યા મર્યાદિત કરવા માટે માત્ર અને માત્ર ઓનલાઇન ટિકિટ બૂક કરાવેલ પ્રવાસીને જ પ્રવેશ અપાશે.અહીં માસ્ક જરૂરી છે તો સાથે સામાજિક અંતર અને સૅનેટાઇઝની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સમગ્ર દીવસ દરમ્યાન ૨૫૦૦ પ્રવાસીને જ ૫ સ્લોટમાં પ્રવેશ અપાશે.વ્યુઇંગ ગેલેરીમાં સમગ્ર દીવસ દરમ્યાન ૫૦૦ પ્રવાસીઓને જ પ્રવેશ મળશે.અત્રે COVID19 ની ગાઇડલાઇનનું સંપૂર્ણપણે પાલન કરાવવામાં આવી રહ્યુ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ઓન લાઈન બુકીંગ કરનાર ને જ પ્રવેશ આપવામાં આવે છે. અહીં આવનાર પ્રવાસીઓ પણ ખુશ છે કે લાંબા સમયબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લું મુકવામાં આવ્યું છે.

Next Story