Connect Gujarat
Featured

નર્મદા : દેશના પ્રથમ ગ્રીન બિલ્ડીંગ રેલ્વે સ્ટેશનનું કરાશે લોકાર્પણ, રેલ્વેના ચેરમેનએ કર્યું સ્થળ નિરીક્ષણ

નર્મદા : દેશના પ્રથમ ગ્રીન બિલ્ડીંગ રેલ્વે સ્ટેશનનું કરાશે લોકાર્પણ, રેલ્વેના ચેરમેનએ કર્યું સ્થળ નિરીક્ષણ
X

આગામી તા. 17મી જાન્યુઆરીના રોજ દેશના પ્રથમ ગ્રીન બિલ્ડીંગ રેલ્વે સ્ટેશનનું લોકાર્પણ તેમજ કેવડિયા ખાતે આવનારી 8 જેટલી નવી ટ્રેનના ફ્લેગ ઓફની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે, ત્યારે ભારતીય રેલ્વે વિભાગના ઉચ્ચ અધિકારીઓએ કેવડિયા રેલ્વે સ્ટેશનની મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું.

નર્મદા જીલ્લાના કેવડિયા ખાતે સ્ટેશન સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક નિર્માણ પામી રહેલા દેશના પ્રથમ ગ્રીન બિલ્ડીંગ રેલ્વે સ્ટેશનની કામગીરી અંતિમ તબક્કામાં છે, ત્યારે આજે ભારતીય રેલ્વે વિભાગના ચેરમેન સુમિત શર્મા અને પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર આલોક કંસલે કેવડિયા રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી હતી. આગામી તા. 17મી જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ 24 મહિના બાદ સાકાર થવા જઈ રહ્યો છે, ત્યારે દિલ્હીથી વડાપ્રધાનના હસ્તે વર્ચ્યુલ રીતે દેશના વિભિન્ન ભાગોમાંથી કેવડિયા SOU ખાતે 8 જેટલી નવી ટ્રેનોને ગ્રીન સિગ્નલ આપી ઇ-પ્રસ્થાન કરાવવામાં આવશે.

કેવડિયા ખાતે રેલ્વે ટ્રેન શરૂ થતા હવે પ્રવાસીઓને પણ સહેલાઇથી ટિકિટ મળી રહેશે. ઉપરાંત એસ.ટી. બસ અને હવાઈ માર્ગ કરતા પણ સસ્તું ભાડું મુસાફરોને ચૂકવવું પડશે. કેવડીયા ખાતે મુંબઈ-મદ્રાસ, નિઝામુદ્દીન એક્સપ્રેસ, દિલ્હી-રેવા-મધ્યપ્રદેશ સહિતની 8 જેટલી ટ્રેન શરૂ થવા જઈ રહી છે, ત્યારે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવશે તેવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. જોકે, કેવડિયા ખાતે કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે, ત્યારે આગામી તા. 17મી જાન્યુઆરીના રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રેલ્વે મંત્રી પીયૂસ ગોયલ કેવડિયા ખાતે હાજર રહેશે તેવી પણ શક્યતાઓ વર્તાઇ રહી છે.

Next Story
Share it