Connect Gujarat
Featured

નર્મદા : કેવડિયા ખાતે ઈન્ક્મટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલની બે દિવસીય કોન્ફ્રરન્સનો કરાયો પ્રારંભ

નર્મદા : કેવડિયા ખાતે ઈન્ક્મટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલની બે દિવસીય કોન્ફ્રરન્સનો કરાયો પ્રારંભ
X

નર્મદા જિલ્લાના કેવડિયા ટેન્ટસિટી ખાતે ઈન્ક્મટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલની બે દિવસીય કોન્ફ્રરન્સનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં ઈન્ક્મટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલના ચેરમેન પી.પી.ભટ્ટની અધ્યક્ષતામાં કોન્ફ્રરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.

કેવડિયા ટેન્ટસિટી ખાતે ઈન્ક્મટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલની બે દિવસીય કોન્ફ્રરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના લોકોની ઈન્ક્મટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલ પાસે શું જરૂરિયાત છે, તેમજ ઇન્ટરનૅશનલ ટેક્સસેશન તેમજ બ્લેક મની વિષય ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. આ કોન્ફ્રરન્સમાં 200 જેટલા સ્ટોક હોલ્ડર, ઈન્ક્મટેક્સ ઓફિસર, ચાર્ટર એકાઉન્ટન્ટ્સ, એપેલેટ ટ્રીબ્યુનલના મેમ્બર અને મોટી સંખ્યામાં એડવોકેટ પણ આ કોન્ફ્રરન્સમાં ભાગ લઈ રહ્યા છે.

જોકે, દેશની ઈકોનોમી પર બ્લેકમની ઘણી અસર કરી રહી છે, ત્યારે બ્લેકમની બાબતે કેટલું સ્ટ્રિક્ટ થઈ શકાય તે બાબતે પણ કોન્ફ્રરન્સ દરમ્યાન ચર્ચા કરવામાં આવશે. જો આ પ્રકારની કોન્ફ્રરન્સ સમયાંતરે કરવામાં આવે તો દેશમાં ઉદભવેલા વિવિધ મુદ્દાઓનું નિરાકાણ વહેલું આવી શકે તેમ છે, ત્યારે કોન્ફ્રરન્સના સમાપન સમારંભમાં દેશના કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ પણ વિશેષ હાજર ઈન્ક્મટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલ અંગે પોતાનું મંતવ્ય જણાવશે.

Next Story