Connect Gujarat

નર્મદા : કેવડીયા ખાતે ઝુઓલોજીકલ પાર્ક આજથી પ્રાયોગિક ધોરણે શરૂ, વિદેશી પશુ-પક્ષીઓ બનશે આકર્ષણનું કેન્દ્ર

નર્મદા : કેવડીયા ખાતે ઝુઓલોજીકલ પાર્ક આજથી પ્રાયોગિક ધોરણે શરૂ, વિદેશી પશુ-પક્ષીઓ બનશે આકર્ષણનું કેન્દ્ર
X

નર્મદા જિલ્લાના કેવડિયામાં વિશ્વ કક્ષાનું સરદાર પટેલ ઝુઓલોજીકલ પાર્કને માત્ર 6 મહિનામાં તૈયાર કરી આજથી પ્રાયોગિક ધોરણે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. જેમાં ઓસ્ટ્રેલિયન અને આફ્રિકન પ્રાણીઓ, વિદેશી પક્ષીઘર તેમજ વિવિધ પ્રજાતિના પ્રાણીઓ રખાવામાં આવ્યા છે.

કેવડિયામાં ઝૂ કમ સફારી પાર્ક કે જે 375 એકરના પહાડી વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. સફારી પાર્કમાં 2 મુખ્ય ભાગ રાખવામાં આવ્યા છે. જેમાં ભારતીય ભાગમાં શાકાહારી પ્રાણીઓ, માંસાહારી પ્રાણી, વિશ્વનું સૌથી મોટું પક્ષી સ્થળ અને મોટા શાકાહારી પ્રાણીઓ રખાશે. તો અન્ય ભાગમાં વિદેશી આકર્ષણરૂપી પ્રાણીઓ રાખવામા આવ્યા છે, જેમાં ઓસ્ટ્રેલિયન, આફ્રિકન પ્રાણીઓ તેમજ વિદેશી પક્ષીઘર સહિત વિદેશી વાંદર પ્રજાતિના પ્રાણીઓ રખાવામાં આવ્યા છે.

ગુજરાત વનવિભાગ દ્વારા સમગ્ર પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં ભારતમાં પ્રથમ વાર ઉરાંગઉટાંગ, વિલડર બીસ્ટ, કાંગારૂ અને ખાસ નાનું ઊંટ જેવું લાગતું અલ્પાકા લામા નામની પ્રજાતીના પ્રાણીઓ લાવવામાં આવ્યા છે. ખાસ કરીને દરેક વિભાગ અને પિંજરાને પ્રધાનમંત્રી મોદીના આગ્રહ બાદ સંસ્કૃતમાં નામ આપવામાં આવ્યા છે, જે મુજબ દંડક નિવાસમાં ગેંડો, મૃગેન્દ્ર નિવાસમાં સિંહ રખાશે. તો અન્ય પ્રાણીઓનાં નિવાસ સ્થાનને પણ સંસ્કૃતમાં જ નામ આપવામાં આવશે. ઉપરાંત ઝૂના કેટલાક ભાગને ખુલ્લી સફારી જેવુ સ્વરૂપ આપવામાં આવ્યું છે. જેમાં પ્રવાસીઓ વિદેશની જેમ ખુલ્લામાં વિહરતા પ્રાણીઓ વચ્ચે સફારીનો આનંદ માણી શકશે.

Next Story
Share it