Connect Gujarat
ગુજરાત

નર્મદા પરિક્રમા માટે વમલેશ્વર હોડીઘાટનો વિધિવત પ્રારંભ,સહકારી મંત્રીએ કરી પૂજા

નર્મદા પરિક્રમા માટે વમલેશ્વર હોડીઘાટનો વિધિવત પ્રારંભ,સહકારી મંત્રીએ કરી પૂજા
X

નર્મદા નદીના સંગમ સ્થળ ખાતે પરિક્રમાવાસીઓ માટે હોડી ઘાટનો પ્રારંભ કરાવી 3 આધુનિક ડીઝલ બોટ સરકાર દ્વારા ફાળવવામાં આવી

નર્મદા પરિક્રમા અર્થે આવતા પરિક્રમાવાસીઓની પરિક્રમા વિના વિઘ્ને પૂર્ણ થાય તેવા આશય સાથે હાંસોટના વમલેશ્વર હોડીઘાટ ખાતે શસ્ત્રોક પૂજા વિધિ સાથે રાજ્યના સહકાર મંત્રી દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. પરિક્રમાવાસીઓ માટે હોડી ઘાટનો પ્રારંભ કરાવી 3 આધુનિક ડીઝલ બોટ પણ સરકાર દ્વારા ફાળવવામાં આવી હતી. હોડીમાં બેસીને નર્મદા પાર કરવાનો પરિક્રમાવાસીઓનો ખર્ચ પણ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ઉઠાવશે તેવી ખાતરી આપી હતી. આગામી દિવસો પરિક્રમાવાસી માટે આશ્રમ પણ બનાવાશે જેનું અગાઉ ભૂમિપૂજન કરી દેવામાં આવ્યું હતું.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="68874,68875,68876,68877,68878"]

પ્રતિ વર્ષ 1.50 લાખ કરતા વધુ પરિક્રમાવાસીઓ પરિક્રમા અમર કંટક થી શરૂ કરી હાંસોટ તાલુકાના વમલેશ્વર નર્મદા નદીના કિનાર પ્રથમ ચરણ પૂર્ણ કરે છે. બીજા ચરણમાં હોડીમાં બેસીને સામે કાંઠે વાગરા તાલુકાના દહેજ સ્થિત મીઠી તલાવડી ખાતે પૂર્ણ કરવામાં આવે છે. નર્મદા નદીની વચ્ચે જતાં અથવા સામે કિનારે જતાં સુધીમાં કુદરતી હોનારત ના લીધે જાનહાનિ તથા મોટી આફટોનો સામનો કરવો પડે છે તેના થી બચવા માટે સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબમા નર્મદાની પૂજા અર્ચના કરવામાં આવી હતી.

ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા 3 જેટલી આધુનિક બોટ હોડી ઘાટ માટે ધારાસભ્યની ગ્રાન્ટ માંથી ફાળવવામાં આવી હતી. જેનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેમજ 3 બોટ પર 9 નાવિક તેમજ ડીઝલનો બોટ દીઠ રોજનો 5 હજારનો ખર્ચ દાતાની મદદ થી કરવામાં આવશે.આ પ્રસંગે સરપંચ નાયબ કલેકટર રમેશ ભગોરા, મામલતદાર કચેરી સ્ટાફ, ખુશાલ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ જશુબેન પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ પીરુ મિસ્ત્રી, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ જેરામ રાઠોડ તેમજ અંકલેશ્વર પાલિકા ઉપપ્રમુખ નિલેશ પટેલ અને દાતાઓ તેમજ ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story