Connect Gujarat
દેશ

નાસિક : અકસ્માતમાં બસ અને રિક્ષા કૂવામાં ખાબકી, 20ના મોત

નાસિક : અકસ્માતમાં બસ અને રિક્ષા કૂવામાં ખાબકી, 20ના મોત
X

ગઇકાલે મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં એક ભીષણ રોડ અકસ્માત સર્જાયો હતો. જેમાં 20 લોકોના મોત નીપજ્યા છે. આ ટક્કર ઓટો રિક્શા અને બસ વચ્ચે થઇ હતી. ટક્કર થતા બંને વાહનો પાસેના એક કુંઆમાં ખાબક્યા હતા.

પોલીસના જણાવ્યા મુજબ આ રોડ એકસ્માતમાં આશરે 20થી વધુ લોકો ઇજા પામ્યા હતા. આ અકસ્માત માલેગાંવ-દેવલા રોડ પર ગઇકાલે સાંજે 4 વાગ્યાની આસપાસ થયો હતો. મુસાફરોથી ભરેલી એસ.ટી. બસ (MH 06 S 8429) ઓટો રિક્ષા (MH 15 DY 4233) સાથે અથડાઇ હતી. આ ટક્કરની અસર એટલી તીવ્ર હતી કે બસ અકસ્માત દરમ્યાન રિક્ષાને ખેંચી બાજુના કૂવા તરફ રિક્ષાને ધકેલી દીધી હતી એમ અધિકારીએ જણાવ્યું હતું.

નાસિક રૂરલના પોલીસ અધિક્ષક, આરતી સિંઘે જણાવ્યું હતું કે, ઓછામાં ઓછા 20 મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢવામાં

આવ્યા છે અને

ઘાયલોની સારવાર રાજ્યના સરકારી હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે.

પૂર ઝડપે આવી રહેલી રાજ્ય પરિવહનની બસ એક ઓટો રિક્શા સાથે

ટકરાઇ હતી અને ઇજા પામેલા મોટા ભાગના લોકો બસ યાત્રીઓ હોવાનું માલૂમ થયુ હતું. રાહત-બચાવ ટીમે મહામુશ્કેલીએ

ઘાયલો અને મૃતદેહોને કુંઆમાંથી બહાર કાઢ્યા હતા. MSRTCના

અધ્યક્ષ અનિલ પરબે અકસ્માતને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો હતો.

અને મૃતકોના સગાઓને 10 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે ઇજાગ્રસ્ત

લોકોની સારવારનો આખો ખર્ચ MSRTC ઉઠાવશે.

Next Story