Connect Gujarat
ગુજરાત

નેશનલ સ્કૂલ ગેમ્સ કરાટે ચેમ્પિયનશીપમાં ભરૂચની વિદ્યાર્થીની ઝળકી

નેશનલ સ્કૂલ ગેમ્સ કરાટે ચેમ્પિયનશીપમાં ભરૂચની વિદ્યાર્થીની ઝળકી
X

ધ્વનિ મકવાણાએ ગોલ્ડ મેડલ મેળવી ભરૂચનું નામ રોશન કર્યું

મધ્યપ્રદેશના જબલપુર ખાતે યોજાયેલ 65મી

રાષ્ટ્રીય શાળાકીય રમત સ્પર્ધામાં કરાટે ચેમ્પિયનશીપમાં ભરૂચની ૧૩ વર્ષિય

વિદ્યાર્થીની ધ્વનિ મકવાણાએ ગોલ્ડ મેડલ મેળવી ભરૂચને ગૌરવ અપાવ્યું છે. ધ્વનિ

મકવાણા ગુજરાતમાં કરાટેમાં નામ રોશન કરનાર કલ્પેશ મકવાણાની પુત્રી છે. એસ.વી.એમ.

સ્કૂલમાં ધો.૭માં અભ્યાસ કરે છે. બચપનથી જ પિતા કલ્પેશ મકવાણાથી પ્રેરાઈને તેણી

કરાટે તરફ વળી હતી.

2015માં રાજ્યકક્ષાએ તેણે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. 2016માં

પણ સતત બીજા વર્ષે કરાટેમાં તેણે ગોલ્ડ મેડલ મેળવી પોતાન ક્ષમતા પુરવાર કરી હતી. 2017માં

રાજ્યકક્ષાએ સિલ્વર અને ગોલ્ડ આમ બંને મેડલો અલગ-અલગ કેટેગરીમાં મેળવ્યા હતા. 2018માં

વડોદરા ખાતે યોજાયેલ કરાટે ચેમ્પિયનશીપમાં તેણે પુન: ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ૧૩

વર્ષની ઉંમરમાં તેણ રાજ્ય કક્ષાએ ચાર-ચાર ગોલ્ડ મેડલ મેળવી ભરૂચને ગૌરવ અપાવ્યું

હતું.

2018માં રાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલ અંડર-૧૪ કરાટે

ચેમ્પીયનશીપમાં તેણે સિલ્વર મેડલ મેળવ્યો હતો. તાજેતરમાં રાજ્યકક્ષાએ ફરી ગોલ્ડ

મેડલ મેળવ્યો હતો. જ્યારે તાજેતરમાં મધ્યપ્રદેશના જબલપુર ખાતે યોજાયેલ નેશનલ સ્કુલ

કરાટે ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવી ધ્વનિ મકવાણાએ રાષ્ટ્રીય કક્ષાએ ભરૂચમાં

નામ રોશન કર્યું છે.

Next Story