Connect Gujarat
દેશ

નિસર્ગ વાવાઝોડુ આખરે મહારાષ્ટ્રના તટીય વિસ્તારમાં ટકરાયું, મુંબઇમાં પણ જોવા મળી અસર

નિસર્ગ વાવાઝોડુ આખરે મહારાષ્ટ્રના તટીય વિસ્તારમાં ટકરાયું, મુંબઇમાં પણ જોવા મળી અસર
X

અરબ સાગરમાં આવેલું વાવાઝોડુ નિસર્ગ બુધવારે બપોરે લગભગ 1 વાગ્યે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના અલીબાગમાં સમુદ્ર કાંઠે અથડાયું હતું. આ વિસ્તારમાં લગભગ 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવ ફૂંકાયો હતો.

ભારે પવનના કારણે અલીબાગ તથા આસપાસના વિસ્તારમાં વૃક્ષો તથા કાચા મકાનો ધરાશાયી થવાના બનાવો બન્યાં હતાં. વાવાઝોડાની અસરના પગલે મુંબઇમાં પણ દરિયો અશાંત બની ગયો હતો જેના કારણે બાંદ્રા-વર્લી સી લિંક પર વાહનની અવરજવર અટકાવી દેવાઈ છે. વાવાઝોડાના કારણે અલીબાગના મિરાયા બીચ પણ એક જહાજ ફસાય જવાની ઘટના પણ સામે આવી છે. અલીબાગ અને રાયગઢ વિસ્તારમાં વાવાઝોડુ કહેર વરસાવી રહયું છે. મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સાંજે 7 વાગ્યા સુધી વિમાનોની અવર જવર અટકાવી દેવાઈ છે. રનવે પર કાર્ગો પ્લેન લપસી જવાથી આ પગલા લેવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રના સિંધુદુર્ગ, રત્નાગિરી, થાણે, રાયગઢ, મુંબઈ અને પાલઘર જિલ્લા સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે. પોલીસ, એનડીઆરએફ, નેવી અને બીએમસી હોસ્પિટલો સહિત વિવિધ વિભાગો સજ્જ છે. તટીય વિસ્તારોમાં 10 હજારથી વધુ પોલીસ કર્મચારીઓ અને કારને તૈનાત કરવામાં આવ્યા છે. તટીય વિસ્તારોના લોકોને સુરક્ષિત જગ્યાએ મોકલવામાં આવ્યા છે. નિસર્ગ તોફાનના કારણે મંગળવારે સવારથી મુંબઈ અને આસપાસના વિસ્તારમાં રોકાઈ-રોકાઈને વરસાદ થઈ રહ્યો છે. કેટલીક જગ્યાએ મોડી રાતે વધુ વરસાદ થયો હતો.

Next Story