“કુદરતની કરામત” : યુવતીની અનોખી આંખો, જુઓ શું છે કચ્છની કરિશ્માનો કરિશ્મો

0

સામાન્ય રીતે મનુષ્યનો બન્ને આંખોનો રંગ એક સરખો જ જોવા મળે છે, પરંતુ કચ્છના ગાંધીધામમાં રહેતી એક યુવતીને કુદરતી ભેટમાં બન્ને આંખોનો અલગ અલગ રંગ મળ્યો છે, ત્યારે યુવતીને મળેલી આ કુદરતી ભેટને ઈન્ડીયા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ સ્થાન મળ્યું છે. હાલ સમગ્ર દેશમાં આ પ્રકારનો પ્રથમ કિસ્સો હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

ગાંધીધામના મુન્દ્રા સર્કલ વિસ્તાર નજીક રહેતી કરિશ્મા માની નામની યુવતીને કુદરતની અનેરી બક્ષીક્ષ ભેટ સ્વરૂપે મળી છે. ભાગ્યે જ જોવા મળે તેમ કરિશ્માની બન્ને આંખો અલગ અલગ રંગની છે. આપ જોઈ શકો છો કે, તેની એક આંખનો રંગ હેઝલ, તો બીજી આંખનો રંગ બ્લેકીશ બ્રાઉન છે. જે મેડીકલ સાયન્સમાં દુર્લભ સ્થિતિ માનવમાં આવતા તેને હેટેરોક્રોમીઆ આઈરીડમ કહેવામાં આવે છે. કરિશ્મા માનીને મળેલી આ કુદરતી ભેટને વર્ષ 2020ના ઈન્ડીયા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ સ્થાન મળ્યું છે. હાલ સમગ્ર દેશમાં આ પ્રકારનો પ્રથમ કિસ્સો હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

ગાંધીધામમાં રહેતી કરિશ્મા માનીના માતા-પિતા પણ શરૂઆતમાં આ ઘટનાને સામાન્ય માનતા હતા. તેઓએ દીકરીજેમ જેમ મોટી થશે તેમ આંખનો રંગ ડેવલોપ થઈ જશે તેવી સંભાવના વ્યક્ત કરી હતી. આંખના સર્જન પાસે પણ કન્સલ્ટ કરાયું હતું જો કે, તબીબોએ આ ઉપલબ્ધિને ગોડ ગિફ્ટ ગણાવી હતી. માતા-પિતાના પ્રતિનિધિ રૂપે બંને આંખોમાં અલગ અલગ રંગ હોવાથી કરીશ્મા માની પોતાને સ્પેશ્યલ માને છે, ત્યારે બન્ને આંખોનો અલગ અલગ રંગ હોવાની વાત સમગ્ર કચ્છમાં ટોક ઓફ ધી ટાઉન બની છે.

સમગ્ર ક્ચ્છમાં બન્ને આંખમાં અલગ અલગ રંગ ધરાવતી યુવતીની વાત ભારે ચર્ચાના કેન્દ્રે છે, ત્યારે ગાંધીધામના ડો. હર્ષવર્ધન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, કોઈને પણ બન્ને આખોનો અલગ અલગ રંગ હોવો તે ભાગ્યે જ જોવા મળે છે. ઉપરાંત આવું બે પ્રકારે થઈ શકે જેમાં વારસાગત અથવા તો શરીરમાં કોઈ બીમારી હોય તો જ બની શકે છે. હાલ તો કરિશ્માને બન્ને આંખોમાં અલગ અલગ રંગ હોવાથી તેને કોઈ પણ પ્રકારની બીમારી નથી અને તેની બન્ને આંખો સ્વસ્થ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here