Connect Gujarat
સમાચાર

ઘરે જ બનાવો 'નવાબી પુલાવ' અને 'નવાબી બિરયાની', ખૂબ સરળ છે તેની રીત

ઘરે જ બનાવો નવાબી પુલાવ અને નવાબી બિરયાની, ખૂબ સરળ છે તેની રીત
X

ગુજરાતીઓ હંમેશાં ખાવાના શોખીન તરીકે જ ઓળખાય છે. ક્યાંય પણ ફરવા જાય એટલે જે તે સ્થળું ફેમસ ફૂડ ખાધા વીના પાછ ન ફરે. માત્ર એટલું જ નહીં પણ એ ફૂડ ખાધા પછી તેની રેસિપિ એક વખત પોતાના ઘરે પણ અજમાવે તો ખરા જ. તો કનેક્ટ ગુજરાત વાચકો માટે લાવ્યું છે નવાબી પુલાવ તથા નવાબી બિરયાની બનાવવાની રેસિપિ. ખૂબ સરળતાથી આ પુલાવને પોતાનાં ઘરે બનાવી સર્વ કરી શકાય છે.

નવાબી પુલાવની સામગ્રીઃ- એક વાટકો બાસમતી ચોખા, 500 ગ્રામ લીલા વટાણા, 250 ગ્રામ કોબીજ, 250 ગ્રામ બટાટા, એક વાટકી દહીં, પોણો વાટકો દુધ, કેસર, તજ, લવિંગ મીઠું, મરચું, ઘી.

રીતઃ- (1) સૌથી પહેલાં બટાટાને પાણીમાં ધોઈ નાંખો. પછી તેને છોલીને બાફવા મૂકો. (2) કોબીને સમારીને નાના-નાના ટુકડા કરો દો. પછી તે કોબીજને ઘીમા સાંતળી લો. (3) ભાતને કડક અને છૂટો રાંધી તૈયાર રાખો. (4) દહીંને વલોવીને પછી ઘીમાં વઘારો અને પછી તેમાં તજ, લવિંગ, મીઠું મરચું જોઈતા પ્રમાણમાં ઉમેરો અને મીક્ષ કરો, (5) એના ઉપર બાફેલા બટાકાને પાથરી દો. તેના પર રાંધેલો ભાત પાથરો. (6) ત્યાર પછી દુધમાં કેસર નાખીને તેને ઘૂંટો અને તેને ભાત પર નાખો. આ તપેલાને ધીમે તાપે ચઢવા દો.

નવાબી બિરયાની

સામગ્રીઃ 125 ગ્રામ ચોખા, 20 ગ્રમા ગાજર, 15 ગ્રામ ફણસી, 50 ગ્રામ ફ્લાવર , 50 ગ્રામ વટાણા, 1/4 ચમચી મરીનો પાઉડર, 50 ગ્રામ આદું, 50 ગ્રામ લસણ, 3 થી 4 ટુકડા તજ, 2 થી 3 તમાલપત્ર, 2 નંગ એલચા, 3 થી 4 એલચી, 25 ગ્રામ દહીં, 50 ગ્રામ ઘી, 50 ગ્રામ દૂધ, 100 ગ્રામ ડુંગળી, મરચું સ્વાદાનુસાર, મીઠું સ્વાદાનુસાર, કેસર થોડાં તાંતણા.

બિરયાની બનાવવાની રીત-

બધા શાકને ધોઇ બારીક સમારી લો. એક તપેલીમાં ઘી ગરમ કરી તેમાં સમારેલાં આદું-લસણને આછા બદામી રંગના થાય ત્યાં સુધી સાંતળો. મરચું, ગરમ મસાલો અને દહીં નાખીને હલાવો. તે પછી બધાં શાક તેમાં નાખી થોડી વાર રહેવા દો. ત્યાર બાદ તેને આંચ પરથી ઉતારી એક તરફ મૂકો. હવે બાકીના ગરમ મસાલાને દૂધ ભેળવેલા પાણીમાં નાખી ભાત તૈયાર કરો. ઠંડું થાય એટલે પાણી નિતારી લો. હવે તૈયાર ભાતમાં બધા શાક મિકસ કરો.પ્રેશર કૂકરમાં ઘી લગાવી શાક ભેળવેલો ભાત તેમાં નાખો. તેના ઉપર કેસરના પલાળેલા તાંતણાં નાખી ઢાંકીને ધીમી આંચે બિરયાની સીઝવા દો. -છેલ્લે બદામી રંગની સાંતળેલી ડુંગળી ભભરાવી સર્વ કરો.

Next Story