Connect Gujarat
દેશ

નવરાત્રિમાં તમારા ઉપર કોઈની નજર તો નથી? જેને ખબર છે 'ક્યાં રમી આવ્યા રાસ!'

નવરાત્રિમાં તમારા ઉપર કોઈની નજર તો નથી?  જેને ખબર છે ક્યાં રમી આવ્યા રાસ!
X

નવરાત્રિમાં પ્રેમી, પેરેન્ટસ સહિતનાઓ નાણાં ખર્ચીને કરાવે છે જાસૂસી

માં આદ્યશક્તિની આરાધનાનું પર્વ ચાલી રહ્યું છે. ત્યારે સૌથી લાંબા ચાલતા આ મહોત્સવમાં યુવતીઓ-મહિલાઓની સુરક્ષાની પણ સૌને ચિંતા રહેતી હોય છે. તો ઘણી વખત માત્ર સુરક્ષા માટે નહીં પણ પેરેન્ટ્સ પોતાની દીકરી ક્યાં જાય છે, પોતાની પ્રેમિકા ક્યાં ગરબા રમે છે તેની ચિંતા પ્રેમીને, નણંદ કોની સાથે ગરબા રમે છે તેની ભાભીને ચિંતા સતાવતી હોય છે. ત્યારે આ સમયે જાસુસી કરતાં પ્રાઈવેટ ડિટેક્ટિવ્સની કામગીરી વધી જાય છે. હવે તો પ્રોફેશનલ ડિટેક્ટીવ્સ પણ કામ કરતા થયા છે. આવા સંજોગોમાં હજારોનો ખર્ચ કરીને લોકો પોતાના પ્રિય પાત્રની તમામ બાબતો ઉપર નજર રાખવા હજારો રૂપિયાનો ખર્ચ કરતાં જરા પણ અચકાતા નથી.

જો નવરાત્રિમાં ગરબા રમવા જતી દીકરીઓની સેફ્ટી માટે પેરેન્ટ્સ ડિટેક્ટીવ્સ હાયર કરે છે એ વાત હવે જૂની થઇ. પરંતુ મજાની વાત તો એ છે કે યંગસ્ટર્સ ગરબે ઘૂમતાં પોતાની ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ પર વોચ રાખવા માટે ડિટેક્ટીવ હાયર કરવા લાગ્યા છે. તેમાં પણ સગાઈ થઈ હોય પરંતુ લગ્ન કરવાનાં બાકી હોય. તેમનો તો લોયલ્ટી ટેસ્ટ પણ કરાવે છે. નવરાત્રિ શરૂ થયાના એક મહિ‌ના પહેલા ડિટેક્ટીવ્સનું બુકિંગ કરી દેવામાં આવે છે. ડિટેક્ટીવ્સને સોંપવામાં આવેલી જવાબદારીને તે યુનિક રીતે નિભાવે છે. હાલમાં તો સોશિયલ મિડીયા એટલું એક્ટિવ છે કે રજે રજની ક્ષણની વિગતો જાસુસી કરાવનારને મળતી રહે છે.

પ્રાઈવેટ ડિટેક્ટીવનું કામ કરતા નિશાંત પ્રજાપતિનું કહેવું છે કે, ડિટેક્ટીવ જે-તે વ્યક્તિની બધી ડિટેઇલ્સ મેળવી લે છે. આ ડિટેઇલ્સ લીક નહિં થાય તેની ખાતરી પણ આપે છે. એ પછી નવરાત્રિની પહેલી રાતથી જ જે-તે વ્યક્તિનો લોયલ્ટી ટેસ્ટ અને વોચ શરૂ કરી દેતા હોય છે. ડિટેક્ટીવ્સ જે-તે વ્યક્તિને હંમેશાં ફોલો કરે છે. પેન-કેમેરા કે બ્લુટુથ કેમેરા જેવા ડિવાઇસમાં તેમના ફોટો ક્લીક કરે છે. જરૂર પડે તો એને ટ્રેપ કરી સંબંધોની લોયલ્ટી પણ ચેક કરી લેતા હોય છે.

ડિટેક્ટીવ્સનાં કામ સાથે સંકળાયેલા ગીરીશ ચૌધરીનું કહેવું છે કે, ગર્લ ફ્રેન્ડ કે બોય ફ્રેન્ડ પોતાના પ્રત્યે કેટલા લોયલ છે તે ચેક કરવા લોયલ્ટી ટેસ્ટ પણ કરવામાં આવતો હોય છે., નવરાત્રિ દરમિયાન બધો સમય પોતાની ગર્લ ફ્રેન્ડ કે બોય ફ્રેન્ડ સાથે રહી શકાતું નથી. જેથી વોચ રાખવા યંગસ્ટર્સ ડિટેક્ટીવ હાયર કરે છે. નવરાત્રિમાં લોયલ્ટી કેસની સંખ્યા વધી જાય છે.

કોણ કોની કરાવે છે જાસુસી?

માતા-પિતા દીકરીની, ભાભી નણંદની, પ્રેમી-પ્રમેમિકા માંથી કોઈપણ એકબીજાની જાસુસી કરાવી શકે. વળી જેમની માત્ર સગાઈ થઈ ને હજી લગ્ન થવાનાં બાકી છે તેવાં કપલ, ગૃપમાં ગરબા રમવા જતી બહેનની ભાઈ પણ જાસુસી કરાવતા હોવાની વિગતો સામે આવી છે. તો નવરાત્રિમાં વિખવાદને પગલે છૂટો પડેલો પતિ કે પ્રેમી કોઇ અન્ય સાથે ગરબે ઘૂમે છે કે કેમ? તેનો સજ્જડ પુરાવો મેળવવા મહિલાઓ યુવતીઓ પણ ડીટેક્ટીવને કામ સોંપે છે.

લોયલ્ટી ટેસ્ટ એટલે શું?

લોયલ્ટી ટેસ્ટ છેલ્લા કેટલાંક વર્ષોથી ચાલ્યો આવે છે. જેમાં ખાસ કરીને યંગસ્ટર્સ પોતાની ગર્લફ્રેન્ડ કે બોય ફ્રેન્ડ માટે કરાવે છે. જે નવરાત્રિમાં આ પ્રકારના કેસ વધી જાય છે. કેમકે આ સમય દરમિયાન સંબંધો માટેની એમની ઇનસિક્યોરિટી વધી જતી હોય છે. આ માટે ડિટેક્ટીવ્સ જે-તે વ્યક્તિ એમના પાર્ટનર સાથે જોડાયેલી રહે એ દિશામાં કામ કરે છે. મોટાભાગે કોઈના સંબંધો ન તૂટે એની ખાસ તકેદારી ડિટેક્ટીવ્સ દ્વારા રાખવામાં આવતી હોય છે.

Next Story