Connect Gujarat
Featured

નવસારી : હવાલાના રૂ. 1 કરોડ હોવાની આશંકા સાથે ગણદેવી પોલીસે કરી 3 લોકોની અટકાયત

નવસારી : હવાલાના રૂ. 1 કરોડ હોવાની આશંકા સાથે ગણદેવી પોલીસે કરી 3 લોકોની અટકાયત
X

નવસારી જિલ્લાની ગણદેવી પોલીસે હવાલાના 1 કરોડ રૂપિયાની હેરાફેરી થતી હોવાની આશંકા સાથે 3 લોકોની અટકાયત કરી છે. જેમાં મહારાષ્ટ્રના નાસિકથી સુરત ખાતે હવાલાના રૂપિયા લઈ જવાતા હોવાનું બહાર આવ્યું છે.

મળતી માહિતી અનુસાર, ગણદેવી પોલીસે હવાલાના રૂપિયા હોવાની આંશકા સાથે 3 લોકોની અટકાયત કરી છે. જેમાં ઝડપાયેલા ત્રણેય યુવકો પાસેથી 1 કરોડ જેટલા રોકડા રૂપિયા મળી આવ્યાં છે. ગણદેવી પોલીસે હાલ ત્રણેય યુવકોની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. જેમાં હવાલાના 1 કરોડ રૂપિયા મહારાષ્ટ્રના નાસિકથી સુરત ખાતે લઈ જવાતા હોવાનું બહાર આવ્યું છે.

સમગ્ર મામલે ગણદેવી પોલીસને મોટી સફળતા મળી હતી, ત્યારે પોલીસે 1 કરોડ રૂપિયા હોવાની આશંકા સાથે મામલતદારને પણ જાણ કરી હતી. જોકે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓને સાથે રાખી 1 કરોડ રૂપિયાની ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 100,200, 500 અને 2000ના દરની નોટ હોવાથી રૂપિયા ગણવા માટે બેંકના મશીનો પણ ઉપયોગમાં લેવામાં આવ્યા હતા.

Next Story