Connect Gujarat
Featured

નવસારી : ગોલવાડમાં આત્મહત્યાના પ્રયાસે યુવતી મકાનની છત ઉપર ચઢી, જુઓ પછી શું થયું..!

નવસારી : ગોલવાડમાં આત્મહત્યાના પ્રયાસે યુવતી મકાનની છત ઉપર ચઢી, જુઓ પછી શું થયું..!
X

નવસારી શહેરના ગોલવાડ વિસ્તારમાં આત્મહત્યાના પ્રયાસે એક યુવતી મકાનની છત ઉપર ચઢી જતાં આસપાસના લોકોમાં ભારે અફરાતફરી મચી હતી.

મળતી માહિતી અનુસાર, નવસારીના ગોલવાડ વિસ્તારમાં રહેતી 16 વર્ષીય માનસિક વિકલાંગ યુવતી મકાનની છત ઉપર ચઢી ગઈ હતી, ત્યારે આસપાસના સ્થાનિકોએ ભારે ભાગદોડ મચાવી યુવતીને બચાવવાનો પ્રયાસ કરર્યો હતો. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો પણ તાત્કાલિક ઘાટના સ્થળે દોડી આવ્યો હતો.

સમગ્ર મામલે ફાયર વિભાગના કર્મચારી સહિત સ્થાનિકોએ સતત અડધો કલાક સુધી યુવતીને સમજાવી હતી, જ્યારે મકાનની છત ઉપરથી યુવતી હેમખેમ નીચે ઉતરતા પરિવારજનો અને સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો. હાલ તો આત્મહત્યાના પ્રયાસે આ યુવતી મકાનની છત ઉપર ચઢી હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે, ત્યારે આ યુવતીએ અગાઉ પણ અનેક વાર આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

Next Story