Connect Gujarat
ગુજરાત

નવસારી : અમલસાડી ચીકુ આ વર્ષે બન્યાં “ફીકા”, માવઠાથી ચીકુનો પાક પડ્યો ખરી

નવસારી : અમલસાડી ચીકુ આ વર્ષે બન્યાં “ફીકા”, માવઠાથી ચીકુનો પાક પડ્યો ખરી
X

શિયાળામાં ચીકુનો સ્વાદ માણવા માટે આતુર સ્વાદરસિકો માટે માઠા સમાચાર આવી રહયાં છે. કમોસમી વરસાદના કારણે ચીકુના પાકને નુકશાન થતાં સહકારી મંડળીઓએ ચીકુની ખરીદી અટકાવી છે. દર વર્ષે લાભપાંચમના દીવસથી થતી ચીકુની ખરીદ પ્રથમ વખત શરૂ થઇ શકી નથી.

નવસારી જિલ્લાના અમલસાડી ચીકુ દેશભરમાં પ્રખ્યાત બન્યા છે. આ વખતે વધુ વરસાદને કારણે મેં મહિનાનમાં થયેલું સારું ફ્લાવરિંગ ખરી પડ્યું હતું અને તાજેતરમાં આવેલા વાવાઝુડાને કારણે ઉભો પાક જમીન પર પડતા અંદાજીત 10 કરોડ જેટલા રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ લગાવાઈ રહયો છે.

તો બીજી તરફ લાભપાંચમના દિવસે અમલસાડ મંડળીમાં બે થી અઢીહજાર મણ ચીકુની ખરીદી થતી હોય છે તેના બદલામાં આ વર્ષે એક પણ ચીકુ મંડળીમાં પોહચી શક્યું નથી. જેના કારણે ખેડૂતો પર આફત આવી પડી છે. નવેમ્બર અને ડિસેમ્બરમાં ચીકુની ખરીદી થાય તો બજારમાં ભાવો સારા મળે છે કારણ કે આ સમયમાં બજારમાં અન્ય ફળો ઉપલબ્ધ હોતા નથી. આ વર્ષે અન્ય ફળો ની સિઝન સામે ચીકુના ભાવો બજારમાં ઓછા મળતા ખેડૂતો માટે કપરા ચઢાણો સર કરવા પડશે.

Next Story