નવસારી: અમલસાડ થી ઉત્તર ભારત ચીકુના નિકાસ માટે ટ્રેનની શરૂઆત

0

એક તરફ ખેડુત કાયદાને લઈને દિલ્હીમા આંદોલન ચરમસીમાએ છે ત્યારે નવસારી જિલ્લાના ખેડુતો માટે ખુશીના સમાચાર આવ્યા છે. ચીકુ નિકાસ માટે અમલસાડથી દિલ્હીના આદર્શનગર સુધી ટ્રેનની શરુઆત કરાતા ખેડુતોમા ખુશીની લાગણી જન્મી છે.

નવસારી જિલ્લાના અમલસાડી ચીકુની દિલ્હી અને ઉત્તર ભારતના અન્ય રાજ્યોમા ખુબ માંગ છે. 2006-07માં સ્પેશ્યલ ટ્રેન મારફતે ચીકુ મોકલવામા આવતા હતા જેના કારણે ખેડુતોને સારા એવા ભાવો મળતા હતા, પરંતુ સમયાંતરે ટ્રેન કેન્દ્ર સરકાર દ્વારા બંધ કરવામા આવતા ખેડુતો ઉત્તર ભારતના રાજ્યોમા વાહનમાર્ગે ચીકુ મોકલતા હતા. હવે ફરીથી ખેડુતોની માંગને ધ્યાને રાખી કેન્દ્ર સરકાર દ્વારા અમલસાડથી દિલ્હી સુધી ટ્રેન મારફતે ચીકુ મોકલવાની વ્યવસ્થા કરવામા આવી છે. નવસારી જિલ્લાની અમલસાડ મંડળીની આગેવાનીમાં મંડળીઓ તથા ખાનગી વેપારીઓના ચીકુ ટ્રેન મારફતે મોકલવાની વ્યવસ્થા કરવામા આવી છે. ટ્રેનમા એક સાથે 2000 બોક્ષ એટલે કે 20 ટન ચીકુથી શરુઆત કરવામા આવી રહી છે. ચીકુના નિકાસ માટે ટ્રેનના ભાડામાં 50 ટકા સબસીડી આપી નવસારી થી દિલ્હી સુધી નિકાસ કરવા માટેની વ્યવસ્થા કરી આપી છે. 13 વર્ષ પહેલા બંધ થઈ ગયેલી ટ્રેનને ફરીથી પાટા પર લાવવા માટે કેન્દ્ર સરકારે શરુઆત કરી છે. જિલ્લાના 3 હજાર જેટલા ખેડુતો ચીકુ પકવે છે જેમા દર વર્ષે કરોડોનો ટર્ન ઓવર કરે છે. કેન્દ્રસરકારની ભાડામાં 50 ટકા સબસીડી બાદ કરીને 2 લાખ 62 હજારમા દિલ્હી સુધી ચીકુ પહોંચાડવાની શરુઆત કરી છે જે ખેડુતો માટે ફાયદાનો સોદો સાબિત થવા જઈ રહ્યો છે જેના કારણે મંડળીઓ અને ખેડુતોમા આનંદો છવાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here