Connect Gujarat
Featured

નવસારી : કરોડો રૂપિયાના ખર્ચે ધોલાઈ બંદરનો કરાયો છે વિકાસ, અનેક સુવિધાના અભાવે માછીમારો નારાજ

નવસારી : કરોડો રૂપિયાના ખર્ચે ધોલાઈ બંદરનો કરાયો છે વિકાસ, અનેક સુવિધાના અભાવે માછીમારો નારાજ
X

નવસારી જીલ્લામાં ધોલાઈ બંદર ખાતે મત્સ્યઉદ્યોગ માટે કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ કરવામાં આવ્યો છે. પરંતુ અનેક સુવિધાના અભાવના કારણે આજે વર્ષે 500 કરોડનો બિઝનેશ મહારાષ્ટ્રને આપવા અહીંના માછીમારો મજબુર બન્યા છે, ત્યારે આ વર્ષે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના બજેટમાં બંદરની ખૂટતી કડીઓનો સમાવેશ ન થતા સ્થાનિક માછીમારો નારાજ થયા છે.

આ છે નવસારી જિલ્લામાં આવેલું ધોલાઈ બંદર, જે વર્ષ 2015માં કરોડો રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવ્યું હતું. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાગરખેડુ યોજનાના બજેટમાંથી અહીના માછીમારોને સરસ મજાનું ધોલાઈ બંદર રૂપિયા 11 કરોડના ખર્ચે ઉભું કરી આપ્યું હતું, ત્યારે પછી અહીં મત્સ્યઉદ્યોગ ધમધમતો થયો હતો. પરંતુ ખૂટતી કડીને લઈને અહીના માછીમારો દરિયાઈ માવો ગણાતી માછલીઓ મહારાષ્ટ્રના બંદરે ઠાલવતા હતા. અહીનું હૂંડિયામણ બહારના રાજ્યમાં જતું રહેતા વર્ષે 500 કરોડથી વધુનું ટર્નઓવર કરતા બંદરના માછીમારો હાલ મજબુર બન્યા છે. જોકે ડ્રેજીંગના અભાવ સાથે પેટ્રોલ પમ્પ અને બફરની સુવિધાઓ કરવામાં રાજ્ય સરકારની દિર્ગદ્રષ્ટિના અભાવના કારણે અહીનું બંદર જાણે નકામું બની ગયું હોય તેમ સ્થાનિક માછીમારોને લાગી રહ્યું છે, ત્યારે આ વર્ષે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા રજૂ કરાયેલા બજેટમાં બંદરની ખૂટતી કડીઓનો સમાવેશ ન થતા સાગરખેડુઓમાં રોષ જોવા મળ્યો છે.

સમગ્ર ગુજરાતમાં સરકારે બનાવેલા અબજો રૂપિયાના અનેક પ્રોજેક્ટો ધૂળ ખાઈ રહ્યા હોય તેવા સમાચારો બનતા રહ્યા છે. પરંતુ પ્રોજેકટના ડેવલપમેન્ટ માટેની વ્યવસ્થાઓ કરવા સરકાર આગળ આવી શકી નથી, ત્યારે હવે સરકાર પ્રોજેક્ટોને બેઠા કરવાની કામગીરીઓ હાથ ધરવામાં આવે તો અનેક લોકોને રોજગારી મળે તેમ છે. જોકે સરકારની તિજોરીમાં હૂંડિયામણ જમા થાય તેમ છે. પરંતુ સરકારે ખર્ચેલ રૂપિયા હાલ ડૂબી રહ્યા છે તેના તરફ નજર કરવાની જરૂર વર્તાઈ રહી છે.

Next Story