Connect Gujarat
ગુજરાત

નવાસરી : રાતોરાત કરોડપતિ બનવાના સપના પડ્યા ખોટા, રૂ. ૧.૨૫ કરોડની જમીનનો મામલો

નવાસરી : રાતોરાત કરોડપતિ બનવાના સપના પડ્યા ખોટા, રૂ. ૧.૨૫ કરોડની જમીનનો મામલો
X

સહેલાઇથી

રૂપિયા કમાઈ લેવાની લાલચને કારણે નવસારીના ખેરગામ ગામની કરોડો રૂપિયાની જમીન ખોટા

દસ્તાવેજો બનાવી ૧૭ લોકોએ આચરેલી છેતરપીંડીમાં જમીન માલિક બની સહિ કરનાર ત્રણ

મહિલાઓની ધરપકડ કરી ચીખલી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

નવસારી જિલ્લામાં રાતોરાત કરોડપતિ બની જવાના સપના સાથે ખોટા દસ્તાવેજોને આધારે જમીનો પચાવી પાડવાના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે ગત ૧૮ જુલાઈ, ૨૦૧૮ નવસારીના ખેરગામ ગામે ૧૭ આરોપીઓએ ખોટા દસ્તાવેજો બનાવી ૧.૨૫ કરોડ રૂપિયાની જમીન વેચી મારી હતી. ફરિયાદીને સમગ્ર બાબતે છેતરાયાનો અનુભવ થતા ચીખલી પોલીસ મથકે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં ચીખલી પોલીસે ૧૦ આરોપીઓને ઝડપી પાડી જેલના સળીયા પાછળ-ધકેલી દીધા હતા. જ્યારે પોતે જમીન માલિક બનીને જમીન પોતાની હોવાની વાત સાથે જ દસ્તાવેજોમાં સહી કરનાર ત્રણ સગી બહેનો લીલા પટેલ, વાસંતી પટેલ, કીર્તિ પટેલને નવસારી એસઓજી પોલીસે બાતમીને આધારે ઝડપી પાડી હતી. પોલીસે આગળની વધુ તપાસ અર્થે ચીખલી પોલીસને સોંપવામાં આવી છે.

Next Story