Connect Gujarat
ગુજરાત

નવસારી: ખેડૂતોની બદલાઈ દશા અને દિશા, એક તરફ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તો બીજી તરફ કમોસમી વરસાદ

નવસારી: ખેડૂતોની બદલાઈ દશા અને દિશા, એક તરફ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તો બીજી તરફ કમોસમી વરસાદ
X

બુલેટ

ટ્રેન પ્રોજેક્ટ એટલે સરકારે ખેડૂતોને આપેલ આઘાત સાથે જ કમોસમી વરસાદ એટલે કુદરતે જગતના તાતને મારેલી થપાટ, આવું કહેવું યોગ્ય ખેડૂતો માની રહ્યા છે.

ધરતીપુત્રોની દશા અને દિશા પણ હાલના સમયે બગાડી નાખી છે, જેના કારણે ખેડૂતો બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં

મહામૂલી જમીનનું યોગ્ય વળતર સુરત જિલ્લામાં શરૂ થયું છે.

તેવી જ રીતે નવસારી જિલ્લામાં પણ યોગ્ય વળતર આપવા માટેની સરકાર જાહેરાત કરે તેવી ખેડૂતો માંગણી કરી રહ્યા છે. દેશના વડાપ્રધાનનો ડ્રિમ પ્રોજેક્ટ જે ખેડૂતોની આજીવીકા આપતી ભૂમિને છીનવી લઈને હવાની રફતાર સાથે દોડતી બુલેટ ટ્રેનમાં ખેડૂતોની ખેતીની જમીન સાથે ઘરોનું પણ નિકંદન થઈ જવાનું છે, ત્યારે નવસારી જિલ્લાના 28 ગામોના ખેડૂતોને નવી જંત્રીના 8 ગણા ભાવોથી સરકાર જમીન લઇ જાય તો, ખેડૂતો મોટી વિચારણા હેઠળ આવે તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે.

સુરતના 8 જેટલા ગામોમાં 7થી 8 ગણી જંત્રીના ભાવોથી જમીન આપવાની જાહેરાતને લઈને નવસારી જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો ફરી માંગણી માટેની તીવ્રતા તેજ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદથી લઈને મુંબઈ સુધી ઝડપભેર અંતર કપાય તે માટે કેન્દ્ર સરકાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ લાવી રહી છે. જેના માટે જમીન સંપાદન મહત્વનું પાસું બની ગયું છે. ખેડૂતોને પોતાનું યોગ્ય વળતર મળી રહે તે માટે સરકાર કે અધિકારીઓ ફોડ પાડીને ખેડૂતો સાથે વાત પણ કરતાં નથી, ત્યારે ફરી વળતરની માંગણીને લઈને પ્રશ્ન પેચીદો બન્યો છે જેમાં અધિકારીઓ ઉંચા હાથ કરીને ગોળ ગોળ વાતો કરી રહ્યા છે.

Next Story