Connect Gujarat
ગુજરાત

નવસારી : “પોલીસકર્મી વિરુદ્ધ થઈ F.I.R”, DSPએ કાયદાના રક્ષકોને કરાવ્યુ કાયદાનું પાલન

નવસારી : “પોલીસકર્મી વિરુદ્ધ થઈ F.I.R”, DSPએ કાયદાના રક્ષકોને કરાવ્યુ કાયદાનું પાલન
X

કાયદાના રક્ષકોએ પણ કાયદાનું પાલન કરવું જોઈએ તે જરૂરી છે. જેના માટે જિલ્લા પોલીસ વડાએ કાયદો બધા માટે સરખો છે તેવો દાખલો બેસાડ્યો છે. ખાખી વરદી જ સર્વોપરી છે તેવું નથી. નવસારીમાં પોલીસ વાને અડફેટે લેતા ભિક્ષુક જેવા લાગતા એક ઇસમને ગંભીર ઇજા પહોચી હતી. ઘટનામાં તેને પગે ફેક્ચર થતા પોલીસ વાનના ડ્રાઇવર વિરુદ્ધ પોલીસે જ પોલીસ ફરિયાદ કરી છે.

નવસારી શહેરના લુન્સીકુઈ વિસ્તારમાં દશેરા ટેકરી નજીક ભિક્ષુક જેવા દેખાતા ઇસમને પોલીસ વાન દ્વારા અકસ્માતમાં કચડી મારતા બન્ને પગે ફેક્ચર થયું હતું. જેને લઈને પોલીસ વાન હંકારનાર ડ્રાઇવર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જોકે ભિક્ષુકના પરિવારમાંથી આવેલા સ્વજનો માત્ર સારવાર સારી મળે તેવી આશા રાખી રહ્યાં છે. પરંતુ જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ વાનના ચાલક વિરુદ્ધ જ પોલીસ ફરિયાદ કરવામાં આવતા પોલીસ બેડામાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. હાલ તો પોલીસ વાન હંકારનાર અને અકસ્માતનો ભોગ બનનાર એમ બન્નેને અકસ્માત કેવી રીતે થયો હતો, તે અંગે જાણકારી નથી. જેને લઈને પણ લોકોમાં અનેક મુંજવણ ઉભી થઇ છે.

Next Story