Connect Gujarat
Featured

નવસારી : ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ પર લાગ્યો ગંભીર “આરોપ”,જુઓ શું છે મામલો

નવસારી : ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ પર લાગ્યો ગંભીર “આરોપ”,જુઓ શું છે મામલો
X

ચૂંટણીઓ જાહેર થતાની સાથે રાજકીય કાવાદાવાઓની શરૂઆત વધુ તેજીલી બનતી હોય છે મોકાનો લાભ લેવોએ રાજકીય પાર્ટીઓ માટે રમતની વાત બનતી હોય છે નવસારીના આદિવાસી પંથક ગણાતા વાંસદા ચીખલીમાં પણ ભાજપમાં ભંગાણ અને ગણદેવી ધારાસભ્યના નરેશ પટેલ પર આદિવાસીને લડાવવાનો ગંભીર આક્ષેપ લાગતા ભાજપા સમર્પિત આદિવાસીઓ રાજીનામાં તરફ જવાના એંધાણ રચાયા છે.

આદિવાસી પંથકમાં પણ ભાજપા મજબૂત રીતે આગળ વધી રહ્યું છે અને મતદારોને રિઝવવાના અથાગ પ્રયત્નમાં લાગી ગયું છે ત્યારે ભાજપના અનુસૂચિત મોરચાના પ્રમુખ પંકજ પટેલે ગણદેવી ધારાસભ્યના નરેશ પટેલ પર આદિવાસીઓને અંદારો અંદર લડાવવાનો આક્ષેપ કરીને રાજીનામાં ધરી દેવાની વાતો ઉચ્ચારી છે જેનાથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

આ તરફ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખે રાજીનામાં આપ્યાની વાતને ખોટી જણાવી હતી અને ભાજપમાં બધુ જ સામાન્ય હોવાનો દાવો કર્યો હતો.

Next Story
Share it